પાંચ વર્ષમાં 56,014 વિદ્યાર્થીઓએ જિંદગીને અલવિદા કહ્યું
2017થી અત્યાર સુધીમાં 32.15 ટકાનો વધારો; નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરોનો ચોંકાવનારો અહેવાલ
પરીક્ષા, નોકરી મેળવવામાં નિષ્ફળતા, કૌટુંબિક, માનસિક, સ્વાસ્થ્ય સમસ્યા, ભણતરનો ભાર જવાબદાર, 18 વર્ષથી ઓછી વયમાં આત્મહત્યા વધી
વર્તમાન સમયમાં સ્પર્ધાઓ વધી ગઇ છે અને તેમાં સૌથી વધારે ભોગ સગીરો, વિદ્યાર્થીઓનો લેવાય રહ્યો છે. ભારતમાં છેલ્લા પાંચ વર્ષમાં 56 હજારની વધારે વિદ્યાર્થીઓએ પોતાની મહાસુમ જિંદગીનો અંત આણયો છે. તેવા આંકડાઓ નેશનલ એજન્સી દ્વારા જાહેર કરવામાં આવ્યા છે.
નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરો (NCRB)ના અહેવાલો મુજબ, ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં વિદ્યાર્થીઓના આપઘાતના કેસોમાં વધારો થયો છે. ઉપલબ્ધ ડેટા અનુસાર, છેલ્લા 5 વર્ષમાં વિદ્યાર્થીઓના આપઘાતના કેસોમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. 2017થી 2021 સુધીના આંકડા દર્શાવે છે કે વિદ્યાર્થીઓના આપઘાતના કેસોમાં 32.15% નો વધારો થયો છે. આત્મહત્યાના ચોક્કસ કારણો રિપોર્ટમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યા નથી, પરંતુ સામાન્ય રીતે તેના માટે પરીક્ષામાં નિષ્ફળતા, કૌટુંબિક સમસ્યાઓ, માનસિક સ્વાસ્થ્યની સમસ્યાઓ, એકલતા, અને શિક્ષણના ભારણને જવાબદાર ગણવામાં આવે છે. NCRBના અહેવાલો મુજબ, 18 વર્ષથી ઓછી ઉંમરના વિદ્યાર્થીઓમાં કૌટુંબિક સમસ્યાઓ આત્મહત્યાનું મુખ્ય કારણ છે.
આ આંકડા NCRB દ્વારા પ્રકાશિત Accidental Deaths and Suicides in India (ADSI) રિપોર્ટ પર આધારિત છે.તારીખ 10 સપ્ટેમ્બર વિશ્વ આત્મહત્યા નિવારણ જાગૃતિ દિવસ તરીકે મનાવવામાં આવે છે ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના પ્રો.યોગેશ જોગસણ અને આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. ધારા આર. દોશીના માર્ગદર્શનમાં ડિપ્લોમાના વિદ્યાર્થીઓએ આ વર્ષે આત્મહત્યાના પ્રકારો ઉપરાંત તેના કારણો, જે કુટુંબમાં આત્મહત્યા થઈ હોય તેવા પરિવારના લોકોની મુલાકાત લઈને તેની મન:સ્થિત વિશે જાણવાનો પ્રયત્ન કર્યો આત્મહત્યાના બે પ્રકાર છે જેમાં 1. આવેશમાં અને 2. પૂર્વ આયોજિત આત્મહત્યાનો સમાવેશ થાય છે. આવેશમાં આવીને થતી આત્મહત્યામાં આ પ્રકારની આત્મહત્યામાં વ્યક્તિ અમુક પરિસ્થિતિઓથી નિરાશ અથવા હતાશ થઈને અમુક ક્ષણ માટે આવેશમાં આવીને આત્મહત્યાના વિચાર કરે છે. અને આવેશમાં આવીને આત્મહત્યા કરે છે. જો એ ક્ષણ વીતી જાય તો વ્યક્તિ પછી આત્મહત્યા આત્મહત્યા કરતી નથી.
પૂર્વ આયોજિત આત્મહત્યાના પગલા નીચે મુજબ છે. 1. વિચાર, 2. વિચારો ગાઢ બનવા. 3. આત્મહત્યા માટેના સાધનો મેળવવા. 4. આત્મહત્યાનો પ્રયત્ન કરવો 5. મૃત્યુ અથવા બચાવનો સમાવેશ થાય છે.
આત્મહત્યાના વિચાર કરનાર વ્યક્તિમા વ્યક્તિ હતાશા અને નિરાશા ની વાતો સતત કર્યા કરે છે. વ્યક્તિ વધુ પડતી એકલતામાં રહેવાનું પસંદ કરે છે. વ્યક્તિ અંદરની અંદર દુ:ખી રહે છે. વ્યક્તિ પોતાના જીવનમાં જે વસ્તુઓ કે વ્યક્તિઓને મૂલ્યવાન સમજે છે તેમનાથી દૂર ચાલી જાય છે. વ્યક્તિ કેટલીક વાર પોતાના સ્વજનો સાથે વાતચીત દરમિયાન સીધા તો કંઈ ન કહે પણ વાણી, વર્તન અને અભિવ્યક્તિ દ્વારા સંકેત આપે છે.
આપઘાત એ એક જટિલ માનસિક સ્વાસ્થ્ય સમસ્યા છે, અને તે માત્ર એક વ્યક્તિનું દુ:ખ નથી, પરંતુ સમગ્ર પરિવારનું દુ:ખ છે. આવા સમયે, સમાજે સહાનુભૂતિ, સમજણ અને ટેકો પૂરો પાડવો જોઈએ. પૂર્વગ્રહોને છોડીને, માનસિક સ્વાસ્થ્ય વિશે જાગૃતિ ફેલાવવી અને પરિવારને સામાજિક કલંકથી મુક્ત રાખવા પ્રયાસ કરવો એ જ એક સ્વસ્થ સમાજની નિશાની છે.
પાંચ વર્ષના આંકડાઓ
2017: 9,905 વિદ્યાર્થીઓએ આપઘાત કર્યો.
2018: 10,159 વિદ્યાર્થીઓએ આપઘાત કર્યો.
2019: 10,335 વિદ્યાર્થીઓએ આપઘાત કર્યો.
2020: 12,526 વિદ્યાર્થીઓએ આપઘાત કર્યો.
2021: 13,089 વિદ્યાર્થીઓએ આપઘાત કર્યો.
કયા ક્યા પ્રકારના સાધનથી
1) ગળાફાંસો ખાઇને 24 લોકોએ આત્મહત્યા કરેલી છે.
2) ઝેરી દવા પીને 11 લોકોએ આત્મહત્યા કરેલી છે.
3) ફીનાઇલ પીને 7 લોકોએ આત્મહત્યા કરેલી છે.
4) એસીડ પીને 2 લોકોએ આત્મહત્યા કરેલી છે.
5) બળીને 6 લોકોએ આત્મહત્યા કરેલી છે.
6) વાહન નીચે પડતું મૂકીને 1 વ્યક્તિએ આત્મહત્યા કરેલી છે.
7) કુદીને 6 લોકોએ આત્મહત્યા કરેલી છે.
8) ઈન્જેકશન લઈને 1 વ્યક્તિએ આત્મહત્યા કરેલી છે.
ગુજરાતમાં છેલ્લા 20 દિવસમાં થયેલ આત્મહત્યાનું વિશ્ર્લેષણ
1) ગૃહ કંકાસના કારણે 7 લોકોએ આત્મહત્યા કરેલી છે.
2) આથિેક કારણે 2 લોકોએ આત્મહત્યા કરેલી છે.
3) વ્યાજ ખોપરીના કારણે 4 લોકોએ આત્મહત્યા કરેલી છે.
4) પ્રેમ સંબંધના કારણે 3 લોકોએ આત્મહત્યા કરેલી છે.
5) અનૈતિક સંબંધના કારણે 3 લોકોએ આત્મહત્યા કરેલી છે.
6) બેરોજગારીના કારણે 2 લોકોએ આત્મહત્યા કરેલી છે.
7) બીમારીથી કંટાળી જવાના કારણે 8 લોકોએ આત્મહત્યા કરેલી છે.
8) વિયોગના કારણે 1 વ્યક્તિએ આત્મહત્યા કરેલી છે.
9) ડિપ્રેશનના કારણે 4 લોકોએ આત્મહત્યા કરેલી છે.
10) ઉપરી અધિકારીના ત્રાસના કારણે 3 લોકોએ આત્મહત્યા કરેલી છે.
11) એકલતાના કારણે 2 લોકોએ આત્મહત્યા કરેલી છે.
12) અન્ય કારણથી 15 લોકોએ આત્મહત્યા કરેલી છે.