For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કાગવડના ખોડલધામ મંદિરે ગણેશ મહોત્સવમાં 56 ભોગ અન્નકૂટ દર્શન

01:05 PM Sep 13, 2024 IST | admin
કાગવડના ખોડલધામ મંદિરે ગણેશ મહોત્સવમાં 56 ભોગ અન્નકૂટ દર્શન

ભક્તો માતાજીની સાથે ગણેશજીનાં દર્શન કરવા ઊમટ્યા

Advertisement

માઁ ખોડલનો જ્યાં સાક્ષાત વાસ છે એવું રાજકોટ જિલ્લાના કાગવડ ગામે આવેલું ખોડલધામ મંદિર દેશ - વિદેશમાં જાણીતું બની ગયું છે. ખોડલધામની ભક્તિની સુવાસ ચારેકોર ફેલાઈ ચૂકી છે. ધર્મ સ્થાનની સાથે સાથે ખોડલધામ સૌરાષ્ટ્રનું પ્રવાસન ધામ પણ બની ગયું છે. ખોડલધામ મંદિરે દરરોજ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે. ત્યારે શ્રી નરેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ખોડલધામ મંદિર સ્ટાફ દ્વારા ગણેશ સ્થાપના કરવામાં આવી છે. ખોડલધામ મંદિર સ્ટાફ દ્વારા વિશાળ પંડાલ બનાવી તેમાં 5 ફૂટની ગણેશની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે. જેમાં રજવાડી સાડી અને અલગ અલગ તોરણોથી ગણેશ પંડાલને શણગારવામાં આવ્યો છે.

ઠેર ઠેર ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે શ્રી ખોડલધામ મંદિરના કેમ્પસમાં શ્રી ખોડલધામ મંદિર સ્ટાફ દ્વારા ગણેશની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે. જ્યાં રોજ સવાર - સાંજ સ્ટાફ દ્વારા આરતી કરવામાં આવે છે. આજે 11 સપ્ટેમ્બરના રોજ ગણેશજીને 56 ભોગનો અન્નકૂટ ધરવામાં આવ્યો છે. માઁ ખોડલના દર્શન સાથે ભક્તો ગણેશજીના દર્શન કરવા આવી રહ્યા છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement