ભાવનગરના મહુવામાં બે સગીરા ઉપર દુષ્કર્મ આચરનાર 55 વર્ષના આધેડને આજીવન કેદ
બે સગીરા સાથે દુષ્કર્મ ગુજારી વીડિયો પણ ઉતાર્યો હતો, સજા સાથે ભોગ બનનારને વળતર ચૂકવવા હુકમ
ભાવનગર જીલ્લાના મહુવા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા 55 વર્ષિય વુધ્ધે જુદી જુદી બે સગીરાઓ ઉપર બળાત્કાર કરનાર આરોપીને મહુવા ની કોર્ટે આજીવન કેદ ની સજા તેમજ દંડ તેમજ ભોગ બનનાર બંન્ને સગીરાઓને આર્થિક વળતર પણ ચુકવવા અદાલતે હુકમ કર્યો હતો.
આ બનાવની વિગત એવી છે કે ભાવનગર જિલ્લાના મહુવાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા ગોલણભાઈ ચીથરભાઈ મકવાણા (ઉ.વ.55) નામના વૃધ્ધે ગત વર્ષ 2024 ની ફેબ્રુઆરી માસમાં બે સગિરાઓ જેમા એક 13 વર્ષ 6 માસ તથા બીજી સગીરા 15 વર્ષની બંન્ને સગીરાઓ ને આ કામના આરોપીએ કહેલ કે તમે ઘરે આવો તમારૂૂ કામ છે તેમ કહિને 15 દિવસમાં 2 વખત દુષ્કર્મ કરેલ અને તેનો વિડીયો પણ ઉતાર્યો હોવાની ફરીયાદ નોંધાતા મહુવા રૂૂરલ પોલીસે આરોપી ગોલણભાઈ ચિથરભાઈ મકવાણાની સામે ગુનો નોંધાયો હતો.
આ અંગેનો કેસ આજરોજ મહુવાના બીજા એડી. ડીસ્ટ્રી. જજ એ.એસ.પાટીલ ની અદાલતમાં ચાલી જતા અદાલતે સરકારી વકીલ કમલેશ કેસરીની અસરકારક દલીલો તેમજ 17 મૌખીક અને પર લેખીત આધાર, પુરાવા, સાક્ષીઓ, વિગેરે ધ્યાને રાખી આરોપી વૃધ્ધને આજીવન કેદ નૈસર્ગીક મૃત્યુ (જીવે ત્યાં સુધી) ની જેલની સજા તેમજ દંડ તેમજ ભોગ બનનાર બંન્ને સગીરાઓને પુન:વસન માટે રૂૂા. 4 લાખ 4 લાખ વળતર પેટે ચુકવવા અદાલતે હુકમ કર્યો હતો.
(ફોટો વિપુલ હિરાણી )