ઉદયપુરની હોટલમાં રેવ પાર્ટી કરતા સૌરાષ્ટ્રના 31 સહીત 51 યુવક યુવતી ઝડપાયા
પોલીસે દરોડો પાડતા પાર્ટીના રંગમાં ભંગ પડ્યો,ધરપકડથી બચવા યુવક-યુવતીઓ અગાશી ઉપર ચડી ગયા
જન્મદિવસની પાર્ટીની આડમાં શરાબ-શબાબ અને ડ્રગ્સની પાર્ટી યોજાઈ હતી
ઉદયપુરની એક હોટલમાં રેવ પાર્ટી કરી રહેલા 51 યુવક-યુવતીઓની પોલીસે ધરપકડ કરી છે. આમાં 11 છોકરીઓ અને 40 યુવકોનો સમાવેશ થાય છે. જન્મદિવસની પાર્ટીની આડમાં પાર્ટી યોજાઈ રહી હતી.
ઉદયપુર પોલીસે કોડિયાત રોડ પર આવેલ ગણેશ રિસોર્ટ પર દરોડો પાડયો હતો અને ત્યાં ચાલી રહેલી રેવ પાર્ટીનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે રેવ પાર્ટી કરી રહેલા 51 યુવક-યુવતીઓની ધરપકડ કરી હતી. ધરપકડ કરાયેલા મોટાભાગના સૌરાષ્ટ્રના હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસને એક બાતમીદાર તરફથી માહિતી મળી હતી કે, કોડિયાત રોડ પર સ્થિત ગણેશ રિસોર્ટમાં રેવ પાર્ટી ચાલી રહી છે. જેના આધારે મોડી રાત્રે ડીએસપી સૂર્યવીર સિંહના નેતૃત્વમાં પોલીસ ટીમે દરોડો પડ્યો હતો.
પોલીસ સાદા કપડામાં ખાનગી બસમાં દરોડો પાડવા ગઈ હતી. પોલીસકર્મીઓ બોગસ ગ્રાહકો તરીકે ગયા હતા. પોલીસ દરોડામાં હોટલમાં ચલતી રેવ પાર્ટીમાં રંગમાં ભંગ પડ્યો હતો અને દરોડાથી ખળભળાટ મચી ગયો હતો. પોલીસ ધરપડકથી બચવા યુવક યુવતી હોટેલના અગાશી ઉપર ચડી જતા પોલીસે ત્યાંથી તમામની ધરપકડ કરી હતી. આ કેસમાં 11 યુવતીઓ અને 40 યુવકોની ધરપકડ કરવામાં આવી છે. હોટેલમાંથી ગેરકાયદેસર દારૂૂ, સાઉન્ડ સિસ્ટમ, વાંધાજનક સામગ્રી અને ત્રણ મોટા વાહનો જપ્ત કરવામાં આવ્યા છે.
તેમજ મોંઘો દારૂૂ અને અન્ય નશીલા પદાર્થો પણ પીરસવામાં આવી રહ્યા હતા.
પાર્ટી માટે અન્ય રાજ્યોમાંથી પણ છોકરીઓને બોલાવવામાં આવી હતી. હાલમાં,
ડીએસપી સૂર્યવીર સિંહ રાઠોડે જણાવ્યું હતું કે - પોલીસે શનિવારે (2 ઓગસ્ટ) રાત્રે 11:30 વાગ્યે નાઈ વિસ્તારમાં કોડિયાત રોડ પર આવેલી હોટેલ ગણેશ પર દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહી રવિવાર બપોર સુધી ચાલુ રહી. 15 કલાક ચાલેલી કાર્યવાહીમાં પોલીસે પકડાયેલ તમામના મેડીકલ ચેકઅપ કરાવ્યા હતા.
પોલીસે હોટલમાં દસ્તાવેજ ચકાસણી કરી હતી. પકડાયેલ આરોપીઓમાં વિશ્વજીત સોલંકી (ઉદયપુર હોટેલ માલિક),દિવાનસિંહ (ચુરુ-રાજસ્થાન),વીરેન્દ્રસિંહ ( હનુમાનગઢ-રાજસ્થાન) રાજવીર સિંહ - ચુરુ (રાજસ્થાન), મુશ્તાક અલી - ઝુનઝુનૂ (રાજસ્થાન), અનિલ - ઉદયપુર (રાજસ્થાન), સોહેલ ઉર્ફે સિટુ - રાજસમંદ (રાજસ્થાન),અમીચંદ - સીકર (રાજસ્થાન), જયપાલ સિંહ જાડેજા - મોરબી (ગુજરાત), નિકુંજ - અમદાવાદ (ગુજરાત),ભાવિન ગંગાણી - જામનગર (ગુજરાત), ગૌતમ વ્યાસ - ગીર સોમનાથ (ગુજરાત),પંકજ પનસુરિયા - જૂનાગઢ (ગુજરાત),ભાસ્કર પુરોહિત - ગીર સોમનાથ (ગુજરાત), નીતિનભાઈ સોરિયા - મોરબી (ગુજરાત),અસલમ દલ જૂનાગઢ (ગુજરાત), દીપ કુમાર - જામનગર (ગુજરાત),પ્રફુલ સોરિયા - મોરબી (ગુજરાત), દેવાભાઈ - જૂનાગઢ (ગુજરાત) મોહસીન - રાજકોટ (ગુજરાત),કિશન પિત્રોડા - પોરબંદર (ગુજરાત),આરબ અબાસન - જૂનાગઢ (ગુજરાત), અલ્તાફ કુરેશી - જૂનાગઢ (ગુજરાત), ભીમાભાઈ ઓડેદરા - પોરબંદર (ગુજરાત),રાજકુમાર અલવાની જૂનાગઢ (ગુજરાત), અંકુર - જામનગર (ગુજરાત), પ્રવીણ પરમાર - જૂનાગઢ (ગુજરાત), મુન્નાભાઈ - જૂનાગઢ (ગુજરાત), મેહુલ ઠુમ્મર - અમરેલી (ગુજરાત) જસપાલભાઈ ચૌહાણ - ગીર સોમનાથ (ગુજરાત),કલ્પેશ હાડિયા - ગીર સોમનાથ (ગુજરાત), મૌલિક કુમાર રાઠોડ - જૂનાગઢ (ગુજરાત), હાસીમ - જૂનાગઢ (ગુજરાત), જીશાનભાઈ - જૂનાગઢ (ગુજરાત),લલિત પનસુરિયા- જૂનાગઢ (ગુજરાત), અમિત ગંગાણી - જૂનાગઢ (ગુજરાત), વિપુલ જી કાનાબાર - ગીર સોમનાથ (ગુજરાત),કૃષ્ણભાઈ ભાટુ - જૂનાગઢ (ગુજરાત),ચિરાગ ઉનડકટ - જૂનાગઢ (ગુજરાત), કિશોર દાફડા - સુરત (ગુજરાત)ની ધરપકડ કરવમાં આવી હતી.
ડાન્સ કરતી યુવતીઓ ઉપર નકલી નોટોનો વરસાદ
ગણેશ હોટલમાં વિશ્વજીત સોલકી નામનો એક આયોજક યુવતીઓને બોલાવીને રેવ પાર્ટી કરાવતો હોવાની માહિતી મળી હતી. આ પાર્ટીમાં હાજરી આપવા માટે દરેક વ્યક્તિ પાસેથી 5 હજાર રૂૂપિયામાં એન્ટ્રી આપવામાં આવી હતી પોલીસે હોટલમાં પાર્ટી સ્થળેથી નકલી નોટોનો જથ્થો પણ મળી આવ્યો હતો. ડાન્સ કરતી છોકરીઓ પર નકલી નોટો ફેંકવામાં આવી રહી હતી. મોટી સંખ્યામાં નકલી નોટો પણ મળી આવી છે. જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે છોકરીઓ ડીજેના સૂર પર નાચતી હતી, અને કેટલાક યુવાનો તેમના પર નકલી નોટો ઉડાડતા મળી આવ્યા હતા. મોટાભાગના યુવકો સૌરાષ્ટ્રના છે. ફક્ત આ પાર્ટી માટે ઉદયપુર આવ્યા હતા.