51 વર્ષની ગૃહિણીએ કલાના કામણ પાથર્યા
વિનસબેન મહેતા નારી શક્તિ, આત્મવિશ્ર્વાસ અને સંઘર્ષની જીવંત પ્રેરણારૂપ બન્યા
અમદાવાદની એક સામાન્ય ગૃહિણી આજે સમગ્ર શહેર માટે પ્રેરણાની પ્રતિમૂર્તિ બની ગઈ છે. 51 વર્ષની વયે ભરતનાટ્યમનું આંગેત્રમ કરીને વિનસબેન મહેતાએ સાબિત કરી દીધું છે કે સપનાઓ માટે ઉંમર કોઈ અવરોધ નથી. યશવંતરાય વ્યાસની પુત્રી વિનસબેન મહેતા, હાલ અમદાવાદમાં ગૃહિણી તરીકે પરિવારની જવાબદારી સંભાળી રહી છે. દીકરીને ભરતનાટ્યમ કરતા જોઈને માતાના મનમાં દબાયેલું નૃત્યનું સ્વપ્ન ફરી જીવંત થયું.
ત્યારબાદ વિનસબેન મહેતાએ સાઉથ બોપલ સ્થિત JSK ડાન્સ એકેડમીમાં ગુરુ સ્વાતિ પટેલના માર્ગદર્શન હેઠળ ફરી વિદ્યાર્થી બનીને તાલીમ લેવાનું શરૂૂ કર્યું. સાથે જ કલા ગુરુ નીતા ફુલમાળીની પ્રેરણાએ તેમને સતત માર્ગદર્શન આપ્યું. દરરોજ ચારથી પાંચ કલાકની કઠોર સાધના અને ચાર વર્ષની અવિરત મહેનત પછી વિનસબેન vikasbhai મહેતા આજે તેમના જીવનના અતિ મહત્વના મુકામ ભરતનાટ્યમ આંગેત્રમ સુધી પહોંચ્યા છે.
આ ગૌરવપૂર્ણ પ્રસંગ તારીખ 29મીના રોજ શહેરના ટાગોર હોલ ખાતે ભવ્ય રીતે યોજાનાર છે. ખાસ વાત એ છે કે તેમની દીકરી પણ નૃત્ય ક્ષેત્રે આગળ વધી રહી છે, જે માતા-પુત્રીની કલાત્મક પરંપરાને આગળ ધપાવે છે. વિનસબેન મહેતાનું આ સાહસ આજે 50 વર્ષ ઍ દરેક મહિલાને સંદેશ આપે છે કે જો મનમાં દ્રઢ સંકલ્પ હોય, તો કોઈ ઉંમર મોટી નથી.આ સફળતાની પાછળ તેમના પિતા યશવંતરાય વ્યાસ(બેંક ઓફ બરોડા), તેની માતા શોભનાબેન, તેમના પતિ વિકાસભાઈ મહેતા, હિન્દુ જાગરણ મંચના હારીતભાઈ વ્યાસના બહેન,પરિવાર, ગુરુજનો અને કલાજગતનો અમૂલ્ય સહયોગ રહ્યો છે. વિનસબેન મહેતાનું આંગેત્રમ માત્ર નૃત્ય કાર્યક્રમ નહીં, પરંતુ નારી શક્તિ, આત્મવિશ્વાસ અને સંઘર્ષની જીવંત પ્રેરણા બની રહેશે.