મનપાએ સ્પીડ પોસ્ટથી મોકલેલા 50,000 વેરા બિલ રિટર્ન, આસામીઓ ગાયબ
શહેરના 1.5 લાખ મિલકતધારકોેને એસએમએસ, વોટ્સએપ સહિત સાત વખત બિલની બજવણી કરાઇ છતા આવકમાં ગાબડું
મહાનગરપાલિકાના વેરા વિભાગ દ્વારા બે લાખથી વધુ બાકી દારો વિરૂધ્ધ કડક ઝૂંબેશના ભાગરૂપે અલગ-અલગ કાર્યવાહી આરંભી છે. જે અંતર્ગત એસએમએસ તથા વોટ્સએપ અને સ્પીડ પોસ્ટ સહિતમાં સાત વખત મિલકત વેરા બિલની બજવણી કરી હતી. જે પૈકી સ્પીડ પોસ્ટ મારફતે મોકલવામાં આવેલ 1.5 લાખ બિલ પૈકી 50,000 વેરા બિલ પરત આવ્યા છે. જેનુ કારણ આ મિલકતમાં આસામીઓ હાજર ન હોવાથી અથવા જૂના મિલકત ધારકો સ્થાળતર કરી ગયેલ હોય અને ખરીદનારે વેરા બિલમાં નામ ટ્રાન્સફર ન કરાવેલ હોવાથી વેરા બિલ પરત આવ્યા છે. જેના લીધે હવે વોર્ડ ઓફિસરોની ટીમ મોકલી સ્થળ તપાસ કરાવવામાં આવી રહી હોવાનું જાણવા મળેલ છે.
દિવાળી પછી મિલકતવેરાના બાકીદારો સામે પ્રોપર્ટી સિલીંગની મેગા ડ્રાઇવ મનપાની ટેક્સ બ્રાન્ચએ બાકીદારોને ઓક્ટોબર માસના પ્રારંભથી જ વેરા બિલની બજવણી શરૂૂ કરી છે જેમાં સૌ પ્રથમ સ્પીડ પોસ્ટથી બિલ મોકલ્યા બાદ ત્રણ વખત એસએમએસ અને ત્યારબાદ ત્રણ વખત વ્હોટ્સ એપ અને ઇમેઇલ, આ મુજબ કુલ સાત વખત વેરા બિલની બજવણી કર્યા પછીથી તુરંત મેગા સિલીંગ ડ્રાઇવ શરૂૂ કરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.ટેક્સ બ્રાન્ચના વર્તુળોએ જણાવ્યું હતું કે, સપ્ટેમ્બર મહિનાના અંતે રૂૂ.10 હજારથી વધુ રકમનો વેરો બાકી હોય તેવા 1.50 લાખ બાકીદારોને વેરા બિલ સ્પીડ પોસ્ટથી રવાના કરાયા હતા જેની બજવણી ઓક્ટોબર મહિનાના પ્રથમ સપ્તાહમાં કરાઇ હતી, ત્યારબાદ અન્ય તમામ મિલકતધારકોને રૂૂટિન પોસ્ટથી બિલની બજવણી કરાઇ હતી. બિલની બજવણી થયા બાદ બાકીદારોના રજિસ્ટર્ડ મોબાઇલ નંબર ઉપર 3 વખત એસએમએસથી અને ત્રણ વખત વ્હોટ્સ એપથી વેરા બિલની બજવણી કરાઇ હતી. આ મુજબ કુલ સાત વખત બિલ બજવણી કમ આઉટ સ્ટેન્ડિંગ અંગે રિમાઇન્ડર આપવામાં આવ્યા હતા.
વેરા વિભાગેથી વધુમાં જણાવેલ કે, અગાઉ બિલ અને નોટીસ અપાઇ ગઇ હોય તેવા આસામીઓ વિરૂધ્ધ હાલમાં પણ એકલ દોકલ મિલકતો સીલ કરવાનું ચાલું જ છે.ટેક્સ બ્રાન્ચે સ્પીડ પોસ્ટથી મોકલેલા કુલ 1.50 વેરા બિલમાંથી લગભગ 50 હજાર જેટલા વેરા બિલ રિટર્ન થયા છે. અમુક બિલ કોઈએ નહીં સ્વીકારવાને કારણે તો અમુક બિલ મિલકતધારક સ્થળાંતર કરી ગયા હોવાને કારણે રિટર્ન થયા છે. જ્યાંથી બિલ રિટર્ન થયા છે તેવા સ્થળે તપાસ માટે વોર્ડ ઇન્સ્પેકટરની ટીમને મોકલવામાં આવી રહી છે. ટેક્સ બ્રાન્ચ દ્વારા શહેરના તમામ બાકીદારો તેમજ મિલકતધારકોને હાલ સુધીમાં સાત વખત વેરા બિલની બજવણી કરવામાં આવ્યાનું જાહેર કરાયું છે, આમ છતાં જો કોઈને વેરા બિલ મળ્યું ન હોય તો તેમણે ટેક્સ બ્રાન્ચમાં ઇમેઇલ અને મોબાઇલ નંબર અપડેટ કરાવવા જણાવાયું છે અને જેઓને બિલ મળી ગયેલ હોય તેવા આસામીઓને સમય સર વેરો ભરપાઇ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.
કોર્ટ કેસ વાળી મિલકતો માટે ફેર વિચારણા
મનપાના વેરા વિભાગ દ્વારા બાકીદારો વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવા માટેની તૈયારીઓ આરંભી છે. ત્યારે જૂના રાજકોટ તેમજ અન્ય વિસ્તારોમાં સહિયારી મિલકતોના ભાગ માટે ચાલતા કૌટૂંબીક કોર્ટ કેસોના કારણે અનેક મિલકતોનો કરોડો રૂપિયાનો વેરો આજે પણ બાકી રહી ગયો છે અને કોર્ટ મેટર હોવાથી મનપા દ્વારા ઉઘરાણી થઇ શકતી નથી તેમજ મિલકત સિલ અને જપ્તી સહિતની કામગીરી પણ થતી ન હોવાથી હવે આ પ્રકારની તમામ મિલકતો માટે ફેર વિચારણા કરી કાનુની અભિપ્રાય મેળવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. તેમ જાણવા મળેલ છે.