For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

બેડી યાર્ડમાં કપાસ, મગફળી સહિતની જણસી ભરેલા 500 વાહનના થપ્પા લાગ્યા

04:53 PM Sep 22, 2025 IST | Bhumika
બેડી યાર્ડમાં કપાસ  મગફળી સહિતની જણસી ભરેલા 500 વાહનના થપ્પા લાગ્યા

22000 મણ મગફળી અને 8000 મણ કપાસ ઠલવાયો: સંમેલનમાં હાજરી આપશે ખેડૂતો

Advertisement

ચોમાસુ વિદાય લઇ રહ્યું છે ત્યારે યાર્ડમાં ફરીથી જણસીની મબલખ આવક થઇ રહી છે. રાજકોટના બેડી માર્કેટ યાર્ડમાં આજે વાહનોના થપ્પા લાગ્યા હતા અને 50000 મણથી વધુ જણસીની આવક થઇ હતી. ભાવ પણ સારા મળતા ખેડુતોને રાહત મળી હતી.
ચોમાસાના વિદાયના દિવસો ચાલી રહ્યા છે.

કોરાળુ નિકળતા ખેડુતો પોતાની જણસી યાર્ડમાં લાવી રહ્યા છે. આજે સૌથી વધારે કપાસ અને મગફળીની આવક થઇ છે. 22000 મણ મગફળીની ઉતરાઇ થઇ હતી જેમાં 850 થી 1280 સુધીમાં સોદા થયા હતા. જયારે કપાસની 8000 મણ આવક થઇ હતી. જેમાં 1210 થી 1590 સુધીમાં ભાવ બોલાયો હતો.

Advertisement

અત્રે ઉલ્લેખનીય છે કે સહકાર મંત્રી અમિત શાહ આજે રાજકોટમાં સરકારી સંસ્થાઓ અને ખેડુત સંમેલનમાં હાજરી આપી હતી. ત્યારે ખેડુતોએ પણ યાર્ડમાં માલની ઉતરાય કર્યા બાદ ખેડુત સંમેલનમાં હાજરી આપી હતી. અમિત શાહની હાજરી અને ખેડુત સંમેલનના કારણે પણ આજે ખેડુતો જણસી વેચવા માટે ઉમટી પડયા હતા.

રાજકોટ માર્કેટયાર્ડ માં 500 થી વધુ વાહનોની આવક થઈ હતી જેમાં મગફળી અને કપાસની આવક થઇ હતી. મગફળીની આવક 22000 મણ (બાવીસ હજાર) કપાસની આવક 8000 મણ થવા પામી હતી, ઉપરની જણસીઓ ભરેલા વાહનોને માર્કેટયાર્ડમાં ક્રમવાર પ્રવેશ આપી ઉતરાઈ કરાવવામાં આવી હતી. રાજકોટ માર્કેટયાર્ડના ચેરમેન જયેશભાઈ બોઘરા વા.ચેરમેન તથા ડિરેક્ટરઓ સહિતના સ્ટાફ દ્વારા આ ઉતરાઈની વ્યવસ્થા કરવામાં આવી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement