ભગવતીપરાની 50 વર્ષની મહિલાનું હાર્ટએટેકથી મોત
હાર્ટ અટેકથી રાજકોટ શહેરમાં વધુ એક મોત નીપજ્યું છે.રાજકોટ શહેરના ભગવતીપરા વિસ્તારમાં રહેતા એક 50 વર્ષના મહિલાને રાત્રિના સમયે છાતીમાં દુખાવો ઉપડતા તેમને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું મૃત્યુ નીપજ્યું હતું.
વધુ વિગતો મુજબ, ભગવતી પરામાં રહેતા મંજુબેન કાંતિભાઈ ઉધરેજીયા નામના 50 વર્ષના મહિલા રાત્રિના સમયે પોતાના ઘરે હતા ત્યારે અચાનક બેભાન થઈ જતા તેમને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.જ્યાં તબીબો એ મૃત જાહેર કર્યા હતા અને તેમને હાર્ટ એટેક આવ્યો હોવાનું જણાવ્યું હતું. તેમને સંતાનમાં પાંચ દીકરી અને ત્રણ દીકરા હોવાનું જાણવા મળી રહ્યું છે તેમજ તેઓના પતિનું બે વર્ષ પહેલા અવસાન થયું હતું તેના ટેન્શનમાં આ એટેક આવ્યો હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું. આ મામલે બી ડિવિઝન પોલીસ મથકના સ્ટાફે જરૂૂરી કાગળો કરી આવ્યા હતા.જ્યારે બીજા બનાવમાં આજી વસાહત વિસ્તારમાં આવેલા ખોડીયાર નગરમા રહેતા નૈનાબા શક્તિસિંહ ઝાલા નામના 35 વર્ષના મહિલાનું અચાનક બેભાન થઈ જતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું.