રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

50 પોલીસે 30 લુખ્ખાઓની ઓળખપરેડ કરાવી 4 નરાધમોને ઝડપ્યા

05:33 PM Jan 02, 2025 IST | Bhumika
Advertisement

કપલની કાર આંતરી પોલીસના નામે દમદાટી મારી ચાવી કાઢી લીધી, અવાવરું સ્થળે ઉપાડી જઈ પોણો કલાક સુધી હેવાનિયત આચરી

Advertisement

યુવતીને તાબે કરવા બન્નેને બેફામ માર માર્યો, ડઘાયેલી યુવતીનું કાઉન્સેલિંગ કરવું પડ્યું

નશો કરવા માટે પૈસા પડાવવા શિકારની શોધમાં હતા ત્યાં જ કપલ ઝપટે ચડી ગયું, નશેડી હાલતમાં જ કાંડ કર્યો

અવધના ઢાળિયેથી રેઢી મળેલી વરના કારના આધારે મહત્ત્વની કડી મળી

શાંત અને સલામત ગણાતા રાજકોટ શહેરમાં 31 ડિસેમ્બરની રાત્રે બનેલી ઘટનાથી પોલીસ ઉપર કાળી તીલી લાગતા અટગી ગઈ છે આ ઘટના બાદ રાજકોટ શહેરની શાંત અને સલામતની છાપ સામે પણ પ્રશ્ર્નો ઉભા થયા છે.

થર્ટીફર્સ્ટની રાત્રે પોતાની ફિયાંશી સાથે હોટલ સિઝન્સમાં આઈસ્ક્રીમ ખાવા ગયેલા કોન્ટ્રાક્ટર અને તેની ફિયાન્સની કારને આંતરી પોલીસના નામે ચાર લુખાઓએ પોણો કલાક સુધી હેવાનીયત આચરી રૂપિયા પડાવવા માટેનો કારસો રચ્યો હતો.

આ ઘટના બાદ પોલીસ ફરિયાદ નોધાતા શહેરભરની આંઠ પોલીસની અલગ અલગ 50 ટીમોએ રાતભર તપાસ કરી અને 30 જેટલા નસેડીઓ અને લુખ્ખાઓની ઓળખ પરેડ કરાવીને અંતે નકલી પોલીસનો સ્વાંગ રચીને લુંટ ચલાવી ખંડણી માંગી અને અપહરણના ગુનામાં સંડોવાયેલા ચાર નરાધમોને ઝડપી લઈ કાયદાનું ભાન કરાવ્યું હતું.

સમગ્ર બનાવમાં નોંધાયેલી ફરિયાદમાં શહેરના કાલાવડ રોડ ઉપર એક વિસ્તારમાં રહેતા અને બાંધકામનો વ્યવસાય કરતા યુવાને નોંધાવેલી ફરિયાદમાં થર્ટીફર્સ્ટની રાત્રે તેની સાથે બનેલી ઘટનાની આપવીતી પોલીસ સમક્ષ વર્ણવી હતી પિતા સાથે બાંધકામના વ્યવસાય સાથે જોડાયેલો 24 વર્ષનો યુવાન પોતાની ફિયાંશી સાથે થર્ટીફર્સ્ટની રાત્રે કાલાવડ રોડ ઉપર સાઈઝ ઝિરો હોટલે ગયો હતો ત્યાંથી જમવા માટે હરીપરના પાટિયા પાસે ફોનિક્સ હોટલે ગયા બાદ મોડી રાત્રે આઈસ્ક્રીમ ખાવા માટે અવધ રોડ ઉપર આવેલ સિઝન હોટલે ગયા હતા પરંતુ ત્યાં થર્ટીફર્સ્ટ ડિસેમ્બરના કારણે ટ્રાફિક વધુ હોય પોતાની વરના કાર લઈને હોટલેથી ઘર તરફ જવા નિકળ્યા ત્યારે આશરે એક વાગ્યાના આસપાસ સિઝન્સ હોટલની બહાર સર્કલ પાસે ગાડી ઉભી રાખી ફિયાંશી સાથે વાત કરતો હતો ત્યારે પાછળથી આવેલી એક વરના કાર તેમની પાસે આવીને ઉભી રહી હતી અને તેમાંથી બે વ્યક્તિઓ નીચે ઉતર્યા જેમાંના એક શખ્સે ગાડીનો કાંચ ખખડાવતા યુવકે ગાડીનો કાંચ ખોલતા જ કારની ચાવી આ શખ્સે કાઢાી લીધી હતી. જમણીબાજુના દરવાજે ઉભેલ વ્યક્તિએ યુવકે તમે અહીંયા શું કરો છો અમારી ગાડીમાં મુંજકા યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પોલીસ છે બહાર આવીને સાહેબને મળી લો આવી ધમકી આપી હતી.

કોન્ટ્રાક્ટરે ગાડીની બહાર આવવાની ના પાડી ચાવી પરત માંગતા આ બન્ને શખ્સોએ ઝપાઝપી કરી હતી અને આ બન્ને વક્તિઓ કારની પાછળની સીટમાં બેસી ગયા હતા અને ચાવી આપી કાર આગળ ચલાવવું કહ્યું હતું. વરના કાર કે જેમાં મુંજકા પોલીસ હોવાનું જણાવ્યું હતું તે કાર પાછળ પાછળ આવતી હતી સિઝન્સ હોટલથી થોડે દૂર પાછળ આવતી કારે ઓવરટેક કરી ડાબી તરફ કાચા રસ્તે કાર હંકારી હતી ત્યારે આ યુવકે વરના કારના નંબર જોઈ લીધા હોય જે નંબર જીજે 3 સીઈ 5537 હતાં.

થોડેદૂર કારમાં બેઠેલા બન્નેએ ગાડી રોકાવી હતી અને ત્યાર બાદ એકશખ્સે દરવાજો ખોલી આગળની સીટ ઉપર બેઠેલી તેની ફિયાંશીના મોઢા ઉપર મુક્કો મારી અને તમાચા ઝીંકી દીધા હતાં. અને ખિસ્સામાંથી રૂા. 1700ની લુંટ કરી યુવકના પિતાને ફોન કરાવી ફિયાંશીને જાનથી મારી નાખવા ધમકી આપી વધુ રૂપિયા પડાવવાનું કાવતરું રચ્યું હતું જો કે, આ ઘટનામાં કોન્ટ્રાક્ટરના પિતા અને યુવતિના પિતાને શંકા જતાં તેઓએ કરેલા ફોન બાદ આ ટોળકી ભાગી છૂટી હતી.

સમગ્ર ઘટના અંગે અંતે યુનિવર્સિટી પોલીસ મથકમાં જઈ ફરિયાદ કરી હતી. પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાને પણ આ ઘટના અંગે વાકેફ કરવામાં આવ્યા હતાં. ઝોન-2 ડીસીપી જગદીશ બાંગરવાએ તાત્કાલીક આ લુખ્ખાઓને પકડી પાડવા માટે ક્રાઈમ બ્રાંચ, એસઓજી, પીસીબી અને આર્થિક ગુના નિવારણ સેલની તેમજ યુનિવર્સિટી પોલીસની 8 ટીમોને કામે લગાડી હતી આમ આઠ પોલીસની ટીમના 50 પોલીસ કર્મચારીઓએ આ લુખ્ખાઓને પકડવા ઓપરેશન શરૂ કર્યુ હતું. યુનિવર્સિટી પોલીસ મથકના પીઆઈ એચ.એન. પટેલ અને તેમની ટીમે આ વિસ્તારમાં પડ્યા પાથર્યા રહેતા 30થી વધુ લુખ્ખાઓને ઉઠાવી લીધા હતાં.

અને એક પછી એક આ લુખ્ખાઓના ફોટા ફરિયાદીને ઓળખ માટે મોકલ્યા બાદ ચાર શકમંદોની ઓળખ થઈ હતી. જેના આધારે તપાસ બાદ વરના કાર અવધના ઢાળિયા પાસેથી મળીઆવી હોય જેમાં એક પાનની દુકાનદારની પુછપરછમાં એક પછી એક પોલીસને આ ઘટનામાં સંડોવાયેલા લુખ્ખાઓની ઓળખ મળી હતી અને કડી મળ્યા બાદ પોલીસે અવધના ઢાળિયા પાસે આંબેડકરનગર આવાસ યોજનામાં રહેતા અલ્પેશ ઉર્ફે અપ્પુ નરેશ મકવાણા, પરિમલ ત્રિભોવન સોલંકી, તેના ભાઈ વિજય ઉર્ફે કાળિયો ત્રિભોવન સોલંકી અને સંસ્કૃતિ પાર્ટી પ્લોટ પાસે પરિશ્રમ સોસાયટીમાં રહેતા વિપુલ લાભુ મેતાની ધરપકડ કરી હતી.

પોલીસ પુછપરછમાં જાણવા મળ્યું કે, નશો કરવા માટે રૂપિયા પડાવવાની શિકારની શોધમાં આ ચારેય લુખ્ખાઓ આ વિસ્તારમાં આંટાફેરાક રતા હતાં ત્યારે જ સિઝન હોટલના નજીક આ કપલ કારમાં બેઠું હોય તે જપટે ચડી ગયું હતું અને નશાની હાલતમાં જ આ કાંડ કર્યુ હતું.

પોલીસના નામે દમ દાટી મારીને અવાવરુ સ્થળે લઈ જઈ પોણો કલાક સુધી આ કપલને બાનમાં લઈને હેવાનીયત આચરી હતી આ મામલે યુનિવર્સિટી પોલીસે લુંટ, ખંડણી, અપહરણ, અને છેડતીની કલમ હેઠળ ગુનો દાખલ કર્યો હતો.

પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડિયા અને ડીસીપી જગદીશ બાંગરવાની સૂચનાથી એસીપી રાધિકા ભારાઈના માર્ગદર્શન હેઠળ યુનિવર્સિટી પોલીસ મથકના પીઆઈ એચ.એન. પટેલ સાથે સ્ટાફના એએસઆઈ જગમાલભાઈ ખટાણા, મહિપાલસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ ઝાલા, મનોજભાઈ મકવાણા, દિવ્યરાજસિંહ જાડેજા અને મહિલા પોલીસ તમુબેન ગોજિયાએ કામગીરી કરી હતી.

અવધ રોડના નિર્જન સ્થળો લુખ્ખાઓ અને ટપોરીઓ માટે સ્વર્ગ સમાન

અવધ રોડ ઉપરના કેટલાક નિર્જન સ્થળો કે જ્યાં દિવસે પણ લોકની અવરજવર ઓછી હોય છે તેવા સ્થળોએ લુખ્ખાઓ અને ટપોરીઓ પડ્યા પાથર્યા રહે છે ખાસ કરીને અવધ રોડ ઉપર ભુત બંગલા તરીકે ઓળખાતા એક સ્થળે આખો દિવસ ગંજેરીઓ અને લુખ્ખાઓની બેઠક હોવાનું જાણવા મળી રહ્યું છે. અતિ પોષ વિસ્તાર ગણાતા અને હાઈપ્રોફાઈલ લોકો જે વિસ્તારમાં રહે છે. તે અવધ રોડના કેટલાક સ્થળોએ યુગલો અને એકલ-દોકલ વ્યક્તિને લુંટી લીધાના ભૂતકાળના બનાવો પણ બન્યા છે. ત્યારે આ મામલે પોલીસે આવા સ્થળોએ પેટ્રોલીંગ કરવું જરૂરી છે.

પોલીસની અલગ અલગ ટીમોએ દિવસ-રાત એક કરી ઓપરેશન પાર પાડ્યું

અવધ રોડ ઉપર બનેલી આ ઘટનાની આપવીતી પોલીસ સ્ટેશને આવેલા કોન્ટ્રાક્ટરે તેના પરિવાર અને ફિયાશીની હાજરીમાં વર્ણવી હતી. અને આ મામલે પોલીસે ગંભીરતા લઈ અલગ અલગ ટીમો તૈયાર કરી હતી. યુનિવર્સિટી પોલીસ મથકના પીઆઈ એચએન પટેલ અને તેમની ટીમે આ વિસ્તારમાં પડ્યા પાથર્યા રહેતા લુખ્ખાઓની એક યાદી તૈયાર કરી હતી. બીજી તરફ ક્રાઈમ બ્રાંચ, એસઓજી, એલસીબી અને પીસીબીની ટીમે પણ કાર નંબર અને મોબાઈલના ટાવર લોકેશનના આધારે તપાસ કરી હતી. અંતે પોલીસે કરેલી દિવસરાતની મહેનત રંગ લાવી હતી અને આ કાંડમાં સંડોવાયેલા વિપુલ મેતા, પરિમલ, અલ્પેશ અને વિજયની ઓળખ થઈ હતી જેના આધારે ચારેયને પોલીસે ઝડપીલીધા હતાં.

નવા રિંગ રોડ અને અટલ સરોવર પાસે પેટ્રોલિંગ વધારી લુખ્ખા તત્ત્વોને ઝેર કરવા જરૂરી

રાજકોટ શહેરમા નવા 1પ0 ફુટ રીંગ રોડ અને અટલ સરોવર નજીકના વિસ્તારોમા છેલ્લા ઘણા સમયથી આવાર તત્વોનો ત્રાસ વધતો જાય છે ત્યારે થર્ટી ફસ્ટની રાત્રીના સમયે અવધ પાસે આવેલી સિઝન્સ હોટલ નજીક એક કપલને અટકાવી લુખ્ખા તત્વોએ યુવતીનુ અપહરણ કરી નિર્લજજ હુમલો કર્યો હતો. આ ઘટનામા પોલીસે ચારેય આરોપીને ઝડપી પાડયા છે. ત્યારે સ્થાનીકોમા એવી ચર્ચા થઇ રહી છે કે નવા 1પ0 ફુટ રીંગ રોડ તેમજ અટલ સરોવરની આસપાસ આવેલા વિસ્તારોમા મોડી રાત્રે તેમજ અવાવરૂ સ્થળો પર ચેકીંગ કરી લુખ્ખા તત્વોને પકડી કાયદાનુ ભાન કરાવવામા આવે.

આ છોકરો તારું પ્રોટેકશન શું કરશે ? તું અમારી સાથે ચાલ : નરાધમોની યુવતી સમક્ષ શેખી

રાજકોટ શહેરની ભાગોળે એક ગંભીર ઘટના બની હતી. જેમા કાલાવડ રોડ પર સીઝન હોટલ પાસેથી એક કપલને અટકાવી 4 શખ્સોએ પોલીસની ઓળખ આપી ખંડણી માગી હતી તેમજ યુવતીનુ અપહરણ કરી 4 શખ્સો અવાવરૂ સ્થળે લઇ ગયા હતા અને તેમાથી એક શખ્સે યુવતીને કહયુ કે તુ આવા છોકરા સાથે શું કામ ફરે છે ? આ તારૂ પ્રોટેકશન શું કરશે ? તુ અમારી સાથે ચાલ. ત્યારબાદ યુવતી ગભરાઇ ગઇ હતી અને ત્યારબાદ આ ચાર નરાધમોએ યુવતી સાથે અડપલા કરવાનુ ચાલુ રાખ્યુ હતુ.

ચારેય લુખ્ખાઓએ યુગલના પરિવાર પાસે રૂપિયા મંગાવવાનો પ્લાન બનાવ્યો’ તો

અવધ રોડ ઉપર વરના કાર લઈને જતાં કોન્ટ્રાક્ટર અને તેની ફિયાંશીનું અપહરણ કરીને લુંટ ચલાવનાર આ ટોળકીના ચાર સભ્યો વિપુલ, અલ્પેશ, પરિમલ અને તેના ભાઈ વિજયે લુંટ ચલાવ્યા બાદ રૂા. 1700 જેવી રકમ મળતા વધુ રૂપિયા પડાવવા માટે પ્લાન બનાવ્યો હતો અને આ કપલને અવાવરુ સ્થળે કારમાં ગોંધી રાખી અને તેના પરિવારને ફોન કરી બન્નેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. વધુ રૂપિયાની માંગણી કરી હતી. જો કે, આ બનાવમાં કોન્ટ્રાક્ટર યુવકના પિતા અને તેની ફિયાંશીના પિતાને ફોન આવતા શંકા જતાં તેમણે વળતો ફોન કરી બન્નેની શોધખોળ શરૂ કરી હતી. જેથી આ લુખ્ખાઓને પકડાઈ જવાની બીકે યુગલને છોડી ભાગી છૂટ્યા હતાં.

પકડાયેલા ચારેયનો ગુનાહિત ઈતિહાસ, હત્યા સહિતના અનેક ગુના નોંધાયેલા

નકલી પોલીસ બનીને અવધ પાસે યુવકને અને તેની ફિયાંશીને ગોંધી રાખી અપહરણ કરી લુંટ ચલાવી યુવતિની છેડતી કરનાર બે સગાભાઈઓ સહિત ચારેયને યુનિવર્સિટી પોલીસે ઝડપી લીધા હતાં. તપાસ દરમિયાન આ ચારેય લુખ્ખાઓનો ગુનાહિત ઈતિહાસ હોવાનું સામે આવ્યું છે. પકડાયેલ વિપુલ લાભુ મેતા વિરુદ્ધ હત્યા, અપહરણ અને મારામારી સહિતના ત્રણ ગુના નોંધાયેલા છે. જ્યારે અલ્પેશ નરેશ મકવાણા સામે ચોરી, દારૂ, મારામારી સહિતના રાજકોટ તેમજ ગોંડલમાં 10 જેટલા ગુના નોંધાયેલા હોવાનું જાણવા મળ્યું છે. અલ્પેશ પાસા હેઠળ જેલમાં પણ જઈ ચુક્યો છે. જ્યારે પકડાયેલા બન્ને સગાભાઈઓ પરિમલ અને વિજય પણ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. પરિમલ સોલંકી સામે રાજકોટ તેમજ મોરબીમાં ચોરી, મારમારી, પ્રોહિબીશન સહિતના સાત ગુના જ્યારે વિજય સામે પણ ચોરી, મારામારી સહિતના સાત ગુના નોંધાયેલા હોવાનું જાણવા મળ્યું છે.

શહેરભરમાં પોલીસનું સઘન ચેકિંગ છતાં બેખૌફ બની કાંડ આચર્યું

થર્ટીફર્સ્ટની રાત્રે એક તરફ શહેરરમાં પોલીસનું સઘન ચેકીંગ હતું ત્યારે આ ચાર લુખ્ખાઓએ યુગલને પોલીસના નામે ધમકાવી બેખૌફ બની આ કાંડ આચર્યો હતો. થર્ટીફર્સ્ટની રાત્રે ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવાની પોલીસની જાહેરાત બાદ શહેરભરમાં 1500થી વધુ પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ ચેકીંગમાં નિકળ્યા હતાં ત્યારે અવધ રોડ ઉપર બનેલા આ બનાવથી પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલો ઉભા થયા છે. પોલીસ અધિકારીઓ પોતો જ્યારે ફિલ્ડમાં હોય છતાં લુખ્ખાઓ બેખૌફ બની પોલીસનો ભય રાખ્યા વગર આવા કાંડ આચરે તે માટે પોલીસે પણ હવે ગંભીર બનવાની જરૂર છે.

Tags :
crimegujaratgujarat newsrajkotrajkot newsrajkot police
Advertisement
Next Article
Advertisement