લોકમેળામાં 50 મોબાઇલ-25 પાકિટ ચોરાયા, 150 લોકો ખોવાયા
ભારે ભીડનો લાભ લઇ ચોર-ચક્કાઓએ તહેવાર ઉજવ્યા, ત્રણ ચેઇન સ્નેચર મહિલા ઝડપાઇ, 50 શકમંદોને ઉઠાવી મહેમાનગતિ કરાવતી પોલીસ
રાજકોટના શૌર્યનું સિંદૂર લોકમેળા ભીડનો લાભ લઇ ચોર ગઠીયાઓ પણ તહેવાર ઉજવ્યા હતા. જોકે પોલીસે આવા ચોર ગઠીયાઓને મહેમાનગતી કરાવી હતી. લોકમેળામાં પાંચ દિવસમાં 60 બાળકો અને 22 સિનિયર સિટીઝન સહીત 150 જેટલા વ્યક્તિઓ વિખુટા પડી જતા પોલીસની સુચારુ કામગીરીના કારણે તેમનો તુરંત પરિવાર-સ્વજનો સાથે મેળાપ કરાવાયો હતો. લોકમેળામાં વિખૂટા 150 લોકોનું પરિવાર સાથે પુન:મિલન કરાવાયું હતું. લોકમેળામાં પોલીસના બદોબસ્ત વચ્ચે 50 મોબાઈલ અને 25 પાકીટ ચોરાયા હતા. લોકમેળામાં પોલીસે પાંચ દિવસમાં પોલીસે ત્રણ ચેન સ્નેકર મહિલા સહીત 50 શકમંદોને ઉઠાવી લઇ મહેમાનગતી કરાવી હતી.પોલીસે ડ્રોન દ્વારા મેળામાં ભીડ ઉપર સતત વોચ રાખી હતી.
શહેર પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝાના માર્ગદર્શન હેઠળ શૌર્યનું સિંદૂર લોકમેળો-2025માં ચાર ડીસીપી સહીત 17750 પોલીસનો ચાપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. લોકમેળામાં ડીસીપી ક્રાઈમ ડો.પાર્થરાજસિંહ ગોહિલ,ડીસીપી ઝોન-1 સજનસિંહ પરમાર,ડીસીપી ઝોન-2 જગદીશ બાંગરવા,ડીસીપી ટ્રાફિક પૂજા યાદવ સહીત પોલીસ વિભાગની ટીમ સતત ખડેપગે ફરજના કારણે લાખો લોકો નિર્વિધ્ને મેળાનો આનંદ મણ્યો હતો. મેળામાં મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે ત્યારે બાળકો કે કોઈ સ્વજન પોતાના પરિવારથી અલગ પડીને ખોવાઈ ન જાય તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. મેળામાં માતા-પિતાથી વિખુટા પડી ગયેલાં નાના બાળકોનું પરિવાર સાથે પુન: મિલન કરાવી કંટ્રોલ રૂૂમમાં કાર્યરત પોલીસ જવાનો બાળકો માટે સુપરહિરોની ભુમિકા ભજવી હતી.
લોકમેળામાં ઉભા કરવામાં આવેલા ખાસ કંટ્રોલરૂૂમમાં બે શિફ્ટમાં કુલ દસ પોલીસ કર્મચારીને ફરજ સોપાઈ હતી. લોકમેળામાં પાંચ દિવસ દરમિયાન પરિવારથી વિખુટા પડી ગયેલા 60 જેટલા બાળકો અને 22 જેટલા સિનિયર સિટીઝન સહીત 150 લોકોને પરિવારને શોધી તેમની સાથે મિલન કરાવવામાં આવ્યું હતું. કોઈ નાનું બાળક મળી આવે તો માઈકમાં સતત તેની જાહેરાત તથા એલ.ઈ.ડી.સ્ક્રીન ઉપર બાળકનો ફોટો બતાવવામાં આવતો હતો.
લોકમેળાના પોલીસ કંટ્રોલરૂૂમ ખાતેથી લોકજાગૃતિ માટે માઈક દ્વારા ખિસ્સાં કાતરુંથી સાવધાન, મોબાઈલ પાકીટ અને પર્સનું ધ્યાન રાખવું, બહેનોની કોઈ છેડતી કરે તો પોલીસનો સંપર્ક કરવો, નાના બાળકોનું ધ્યાન રાખવું અને બાળકોના ખિસ્સામાં મોબાઈલ નંબરની ચિઠ્ઠી રાખવી સહિતના તકેદારીના પગલા માટેની સતત જાહેરાત કરાઈ હતી.છતાં લોકમેળામાં ભીડનો લાભ લઇ ચોર ગઠીયાઓએ પણ તહેવાર ઉજવ્યા હતા પાંચ દિવસમાં લોકમેળામાં 50 મોબાઈલ અને 25 પાકીટ ચોરી થયા હતા. પોલીસના બંદોબસ્ત અને પેટ્રોલિંગ વચ્ચે ભીડ વચ્ચેથી પોલીસે ચેન સ્નેકર ત્રણ મહિલા સહીત 50 શકમંદોને ઉઠાવી લઇ પોલીસની મેહમાનગતી કરાવી હતી.
મેળામાં મારામારીની ત્રણ ઘટના
લોકમેળામાં મારામારીની ત્રણ ઘટના બની હતી જોકે પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોચી મામલો થાળે પડ્યો હતો. રાજકોટના રેસકોર્સ ખાતે યોજાયેલા લોકમેળામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે એક્શન પ્લાન બનાવી સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવી હતી. રેસકોર્સ મેદાન ખાતે કુલ 12 વોચ ટાવર ઉભા કરવામાં આવ્યા હતા જ્યાંથી મેળાની દરેક ગતિવિધિઓ ઉપર પોલીસે વોચ રાખી હતી.તેમજ લોકમેળામાં ડ્રોન કેમરા અને 76 જેટલા સીસીટીવી કેમરાથી ભારે ભીડ વચ્ચે પોલીસે વોચ રાખી હોય છતાં મારામારીની ત્રણ ઘટના બની હતી. આ ઘટના પોલીસના કેમરા માં કેદ થતા પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોચી મામલો થાળે પાડ્યો હતો.