રાજકોટના 6 સહિત રાજ્યના 50 સિવિલ ઇજનેરોની સામૂહિક બદલી
કલ્પસર વિભાગના વર્ગ-2 અને વર્ગ-3ના અધિકારીઓના ઓર્ડર
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓની ઘડીઓ ગણાય રહી છે. તે અગાઉ સરકાર દ્વારા વિવિધ વિભાગોમાં બદલી અને બઢતીના ઓડર કરવામાં આવી રહ્યા છે. રાજય સરકાર દ્વારા આજે કલ્પસર વિભાગના વર્ગ-2અને વર્ગ-3ના સિવિલ ઇજનેરોની બદલીના ઓડર કર્યા હતા. 50 અધિકારીઓને સરદાર સરોવર નર્મદા નિગમ હસ્તકની કચેરીઓમાં ફરજ પર મુકવામા આવ્યા છે.
સરકારમાં કરેલી જાહેરહિતની અરજીને ધ્યાનમાં લેવા નર્મદા, જળસંપતિ, પાણી પુરવઠા અને કલ્યસર વિભાગ દ્વારા વર્ગ-2ના બે અને વર્ગ-3ના 48 સિવિલ ઇજનેરોને અરજીના સ્થળે ઓર્ડર આપી બદલી કરાઇ હતી. જેમાં વર્ગ-2મા સરદાર સરોવર નર્મદા નિગમમાં0 જાહેરહિતમાં અગાઉ મદદનીશ ઇજનેર જીનીશા જે.પટેલ અને પ્રિતિ એચ. રાઠોડની બદલથી થયેલ નિમણૂંક રદ કરી અને આણંદ-નડિયાદમાં ખાલી પડેલી જગ્યાઓ પર ક્રમશ નિમણુંક અપાઇ છે.
કલ્પસર વિભાગે જાહેર કરેલા ઓર્ડરમાં રાજકોટ સિંચાઇ વિભાગની હસ્તક આવેલી કચેરીઓમાંથી 6 સિવિલ ઇજનેરોની બદલી જાહેરહિતમાં કરવામા આવી છે. જેમાં ગોંડલ ખાતેની પંચાયત સિંચાઇ પેટા વિભાગમાં ફરજ બજાવતા તુષાર સરવૈયા, વિભાગ નં.9ના પી.એસ.લાઠિયા, રાજકોટ સિંચાઇ વર્તુળના જતીન એચ. ગજેરા, રાજકોટ હસ્તકની જામ ખંભાળિયાની ક્ષાર અંકુશ નિવારણ વિભાગના નિશા.એમ.ચૌહાણ, સુરેન્દ્રનગર સૌની યોજના અને રાજકોટ વિભાગના પી.એન.પઢેરીયા અને રાજકોટ વર્તુળના જામનગર હસ્તકના સિંચાઇ યોજના પેટા વિભાગની ધ્રોલ કચેરીના જે.આઇફમકવાની બદલી કરવમાં આવી છે.
બદલી થયેલા મદદનીશ અને અધિક ઇજનેરોને નિયુકિતવાળી જગ્યાએ હાજર થઇ સત્વરે વિભાગને જાણ કરવા સૂચના તેમજ જે-તે કચેરીમાં બદલીથી ખાલી પડેલી જગ્યા પર અને અધિકારી, કર્મચારીને હવાલો સોંપવાની વ્યવસ્થા સંબંધિત અધિક્ષક ઇજનેરને કરવા સૂચના આપવામા આવી છે.