થાનમાં 5 વર્ષની બાળકીનું આંચકી ઉપડતાં મોત નીપજ્યું
થાનમાં રહેતાં શ્રમિક પરિવારની છ વર્ષની માસુમ બાળકી માટીના ઢગલા ઉપર રમતી હતી ત્યારે માસુમ બાળકીને આચકી ઉપડતાં બેભાન હાલતમાં ઢળી પડી હતી. માસુમ બાળકીનું સારવાર મળે તે પૂર્વે જ મોત નિપજતાં પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, થાનમાં આવેલા હિરનનગરમાં આવેલા કારખાનામાં કામ કરતાં શ્રમિક પરિવારની લક્ષ્મીબેન દુલ્લાભાઈ ભાંભોર નામની છ વર્ષની બાળકી માટીના ઢગલા ઉપર રમતી હતી ત્યારે માસુમ બાળકીને અચાનક આચકી ઉપડતાં બેશુધ્ધ હાલતમાં ઢળી પડી હતી. માસુમ બાળકીને તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવી હતી. જ્યાં તેણીનું મોત નિપજતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.
આ ઉપરાંત બીજા બનાવમાં નખત્રાણાના અજોર ગામે રહેતાં ડાયબેન ખજુરીયાભાઈ મહેશ્ર્વરી નામના 87 વર્ષના વૃધ્ધાએ એકલવાયા જીવનથી કંટાળી એસીડ પી લીધું હતું. વૃધ્ધાને ઝેરી અસર થતાં તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતાં. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.