For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પોરબંદરમાં 5 હજાર ઘરોમાં ભાદર નદીનાં પાણી ઘુસ્યા; બંદરની 8 બોટોને નુકસાન

11:51 AM Aug 31, 2024 IST | Bhumika
પોરબંદરમાં 5 હજાર ઘરોમાં ભાદર નદીનાં પાણી ઘુસ્યા  બંદરની 8 બોટોને નુકસાન
Advertisement

પોરબંદરમાં પણ ભારે વરસાદ થયો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો અત્યારે અનેક ઘરો પાણીમાં ગરકાવ હોવાનું સામે આવ્યું છે. વધારે વિગતે વાત કરવામાં આવે તો, પોરબંદરમાં ભાદર નદીના પાણીએ બંદરમાં કહેર વર્તાવ્યો છે. એક બોટની જળ સમાધી અન્ય પિલાના સહિત કુલ 7 થી 8 બોટોને નુકસાન થયું હોવું સામે આવ્યું છે. ભાદર નદીના પાણીએ પોરબંદર અને કુતિયાણા ઘમરોળી નાખ્યાં બાદ ભાદર નદીના પાણી પોરબંદર શહેરના ઘૂસ્યા છે.

નોંધનીય છે કે, ભારે વરસાદને પગલે ભાદર નદીએ બંન્ને કાઠે વહેતી થઈ હતી જેના કારણે, 5 હજાર ઘરોમાં પાણી ઘૂસ્યા હોવાનું પણ સામે આવ્યું છે.

Advertisement

આ સાથે ભાદર નદીના પાણી બંદરમાં ફરી વળ્યા હતી, જેથી બંદરમાં રહેલી બોટોને ભારે નુકસાન થયું હોવાના અહેવાલો સામે આવ્યા છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે બંદરના પાર્કિગની વર્ષો જૂની સમસ્યાના લીધે પાર્કિગની વ્યવસ્થા મોટો અભાવ જોવા મળી રહ્યો છે. બીજી બાજુ બોટ માટે પાર્કિંગની યોગ્ય વ્યવસ્થાના અભાવે બોટોને હાલ રોડ રાખવી પડી રહી છે. વાવાઝોડાનો ખતરો તો બીજી દરિયામાં હજુ પણ પોરબંદર નજીક દરિયામાં 100 થી વધુ બોટો એંકર પર લાગરેલી જોવા મળી રહીં છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો રાજ્યમાં વરસાદની આગાહીઓ થઈ રહીં છે તો તે માટે પૂર્વાયોજન હોવું અનિવાર્ય છે, જેનાથી ભાવિષ્યના મોટા નુકસાનથી બચી શકાય.

Advertisement
Tags :
Advertisement
Advertisement