For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ચોટીલામાંથી 1 કરોડનો દારૂ પકડાતા PI સહીત 5 પોલીસકર્મી સસ્પેન્ડ, પોલીસબેડામાં ખળભળાટ

11:55 AM Jul 05, 2025 IST | Bhumika
ચોટીલામાંથી 1 કરોડનો દારૂ પકડાતા pi સહીત 5 પોલીસકર્મી સસ્પેન્ડ  પોલીસબેડામાં ખળભળાટ

ગાંધીનગરની સ્ટેટ મોનિટરીંગ સેલે દરોડો પાડી મોટા જથ્થામાં દારૂ પકડયો હતો, જિલ્લા પોલીસવડા ગીરીશ પંડયાની કડક કાર્યવાહી

Advertisement

ગાંધીનગરની સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે ચોટીલાના ખેરડી ગામમાંથી 8596 નંગ વિદેશી દારૂની બોટલો જપ્ત કરી હતી. આ દારૂની કિંમત રૂા.1.19 કરોડ છે. સાથે 7 લાખની એક ગાડી પણ જપ્ત કરવામાં આવી હતી. આ કેસમાં 10 આરોપી સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. આ ઘટના બાદ જીલ્લા પોલીસ વડા ગીરીશ પંડયાએ મોટી કાર્યવાહી કરી હતી. તેમણે ચોટીલા પીઆઇ સહીત પાંચ પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કર્યા છે. આ કાર્યવાહીથી પોલીસબેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

પ્રાપ્ત વિગતો પ્રમાણે સુરેન્દ્રનગરના ચોટીલામાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડા પાડીને એક કરોડથી વધુનો દારૂૂનો જથ્થો પકડી પડાયો હતો. ચોટીલા એસએમસી દ્વારા રેડ કરવામાં આવી હતી. આ રેડમાં દારૂૂનો જથ્થો પકડાયા બાદ અનેક સવાલો ઉભા થયાં હતાં. દારૂૂબંધી અંગે અનેક સવાલો ઉભા થયા હતાં. ત્યારે ફરજમાં બેદરકારી દેખાઈ આવતાં ચોટીલાના પોલીસ કર્મચારીઓ સામે એક્શન લેવામાં આવ્યાં છે.

Advertisement

એસએમસીની કાર્યવાહીને લઈને જિલ્લા પોલીસવડા ગીરીશ પંડ્યા દ્વારા પીઆઈ આઈ.બી.વલવી ચોટીલા પોસ્ટે, યુએચસી છગનભાઈ માયાભાઈ ગમારા, એપીસી હિતેશભાઈ ગોરધનભાઈ, યુપીસી ભરતભાઇ રણુભાઇ, યુપીસી રવિરાજ મેરૂૂભાઇ ખાચર અને યુપીસી હરેશભાઈ શાંતુભાઈ ખાવડ ચોટીલા પોલીસ સ્ટેશનને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. પોલીસવડાની કાર્યવાહીથી પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement