For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

21 દિવસમાં 47 ટકા વરસાદ, કપરાડામાં 50 ઇંચને પાર

04:54 PM Jul 08, 2025 IST | Bhumika
21 દિવસમાં 47 ટકા વરસાદ  કપરાડામાં 50 ઇંચને પાર

ગુજરાતમાં ચોમાસુ ધમાકેદાર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં 50 ટકા ઉપર વરસાદ પડી ગયો

Advertisement

ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાના આગમનને 21 દિવસ પૂરા થયા છે. આ વખતે ચોમાસાએ ધમાકેદાર શરૂૂઆત કરી છે એને અત્યાર સુધી સરેરાશ 16.5 ઈંચ સાથે સિઝનનો 47 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જેની સરખામણીએ ગયા વર્ષે 6 જુલાઈ સુધી સરેરાશ 8 ઈંચ સાથે સિઝનનો 23 ટકા વરસાદ પણ વરસ્યો નહોતો. સૌરાષ્ટ્રમાં ચોમાસુ ચિક્કાર રહ્યું હોય તેમ 46 ટકા વરસાદ પડી ગયો છે.

ગુજરાતમાં આ વખતે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર થઈ છે. દક્ષિણ ગુજરાતમાં સરેરાશ 30 ઈંચ સાથે સિઝનનો 51.12 ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે. બીજી તરફ સૌરાષ્ટ્રમાં 46 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 45.29 ટકા, કચ્છમાં 56 ટકા જ્યારે ઉત્તર ગુજરાતમાં 41.62 ટકા જેટલો વરસાદ વરસ્યો છે. જિલ્લા પ્રમાણે જોવામાં આવે તો વલસાડમાં સૌથી વધુ 38.50 ઈંચ, ડાંગમાં 31.70 ઈંચ સુરતમાં 28.50 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. જિલ્લા પ્રમાણે સૌથી ઓછો 4.52 ઈંચ વરસાદ પાટણમાં પડેલો છે. તાલુકા પ્રમાણે વલસાડ જિલ્લાના કપરાડામાં અત્યાર સુધી સૌથી વધુ 50.50 ઈંચ વરસાદ વરસ્યો છે.

Advertisement

આ સિવાય તાપીના ડોલવણમાં 44, નવસારીના ખેરગામમાં 43,50 ઈંચ વરસાદ નોંધાયો છે. પાટણના શંખેશ્વરમાં સૌથી ઓછો 3.30 ઈંચ વરસાદ પડયો છે. અત્યાર સુધી 50 તાલુકા એવા છે જ્યાં 20 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. જેમાં 8 તાલુકામાં 8 ઈંચથી પણ વધુ વરસાદ છે. આ વર્ષે જૂન મહિનામાં જ રેકોર્ડ 12 ઈંચ વરસાદ નોંધાયો હતો. હવે આ વખતે જુલાઈમાં પણ રેકોર્ડબ્રેક વરસાદ પડી શકે છે. ગયા વર્ષે જુલાઇમાં 19.72 ઈચ વરસાદ પડ્યો હતો.

29 ડેમો હાઇએલર્ટ પર, 20 ડેમ 100 ટકા ભરાયા, 17 વોર્નિંગ મોડ પર
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદને પગલે અત્યાર સુધીમાં રાજ્યના કુલ 29 ડેમ હાઈએલર્ટ પર છે અને સૌરાષ્ટ્ર-કચ્છના 19 ડેમ 100 ટકા ભરાઈ ગયા છે. જ્યારે છોટાઉદેપુર નેશનલ હાઈવે બપોરે બંધ કરવો પડ્યો હતો. એસ.ટી બસોને અસર થતા 11 રૂૂટ બંધ કરાયા હતા અને 34 ટ્રીપો કેન્સલ થઈ હતી. જ્યારે 1 જુલાઈથી 6 જુલાઈ સુધીમાં કુલ 3700થી વધુ લોકોનું સ્થળાંતર કરવામા આવ્યુ હતું. ગુજરાતમાં હાલ વિવિધ 33 જિલ્લામાં કુલ 13 એનડીઆરએફ ટીમો તૈનાત છે અને 20 એસડીઆરએફ ટીમો તૈનાત છે.બે એનડીઆરએફ ટીમ રીઝર્વ રખાઈ છે. ગુજરાતના માછીમારોને 10 જુલાઈ સુધી દરિયો ન ખેડવા ચેતવણી અપાઈ છે. ભારે વરસાદને પગલે વીજપુરવઠાને અસર થતા 14332 ગામોમાં અસર થઈ હતી અને 20292 થાંભલા અને 1073 ટ્રાન્સફોર્મર સેન્ટરો તથા 20111 ફીડર્સને અસર થઈ હતી. ભારે વરસાદને પગલે વડોદરા સ્ટેટ હાઈવે અને છોટાઉદેપુર નેશનલ હાઈવે બંધ કરવો પડયો હતો.થ બપોરે 2 વાગ્યા સુધીમાં 8 અન્ય માર્ગો અને જિલ્લા-તાલુકા-ગ્રામ પંચાયતોના 249 માર્ગો વાહન વ્યવહાર માટે બંધ કરાયા હતા. હાલ રાજ્યમાં કુલ 206 ડેમ-જળાશયોમાંથી 29 ડેમ હાઈએલર્ટ પર છે અને 17 એલર્ટ પર તથા 17 વોર્નિંગ મોડ પર છે. કુલ 20 ડેમ 100 ટકા ભરાયા છે. જેમાં 19 સૌરાષ્ટ્ર-કચ્છના છે અને 1 તાપીનો છે. 43 ડેમ 70થી 100 ટકા તેમજ 46 ડેમ 25 થી 50 ટકા વચ્ચે અને 48 ડેમ 25 ટકાથી ઓછા ભરાયા છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement