એસ.ટી.બસ સ્ટેશનમાં ધૂમ્રપાન અને ગંદકી કરનાર 47 લોકો દંડાયા
ગીર સોમનાથ તા.30, જૂનાગઢ એસ.ટી.ડિવિઝન હેઠળના વેરાવળ, તાલાલા અને સોમનાથ એસ.ટી.બસ સ્ટેશનમાં ધૂમ્રપાન અને ગંદકી કરનારા વિરુદ્ધ ડ્રાઇવ યોજાઈ હતી. જેમાં 47 લોકો સામે દંડ ફટકારી રૂૂ.710 વસૂલ્યા છે.
આ તકે, વેરાવળ એસ.ટી.ડેપોના મેનેજર દિલીપ શામળાએ જણાવ્યું હતું કે, વેરાવળ, સોમનાથ અને તાલાલા એસ.ટી.બસ સ્ટેશન ખાતે રોજના હજારો મુસાફરો અવર-જવર કરે છે. પરંતુ અમુક મુસાફરો દ્રારા જાહેરમાં ધૂમ્રપાન કરનારા અને ગંદકી કરનારા સામે કાર્યવાહી કરી દંડ ફટકારવામાં આવ્યો છે.
વેરાવળ, તાલાલા અને સોમનાથ એસ.ટી.બસ સ્ટેશન ખાતે સ્ટાફ સાથે ગંદકી કરનારા અને જાહેરમાં ધૂમ્રપાન કરનારા 47 લોકો સામે દંડની કાર્યવાહી કરી કુલ રૂૂ.710 વસૂલવામાં આવ્યાં હતાં.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જાહેર જગ્યા પર ધૂમ્રપાનની મનાઈ હોવા થતા લોકો સ
મજતા નથી અને ધૂમ્રપાન કરે છે તેમજ બસ સ્ટેશનમાં જ ગંદકી ફેલાવતા હોય છે. આવા મુસાફરો વિરુદ્ધ સમયાંતરે ડ્રાઇવ યોજવામાં આવતી રહેશે.