રાજકોટ સહિત રાજ્યના 63 ડિસ્ટ્રિકટ જજ કેડર સહિત 466 ન્યાયાધીશોની બદલી
સિવિલ કોર્ટના 200 સિનિયર સિવિલ જજ અને 203 જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ અધિકારીઓ 19મીએ ચાર્જ સંભાળશે
ગુજરાત હાઈકોર્ટ દ્વારા રાજ્યની સિવિલ કોર્ટના માળખામાં ફેરફાર કરીને ડિસ્ટ્રીક્ટ જજ કેડરના 63 સહિત 466 જજની બદલીનો ઓર્ડર કર્યો છે. જેમાં 200 સિનિયર સિવિલ જજ અને 203 જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ અધિકારીઓનો સમાવેશ થાય છે જે તમામ આગામી 19મી મે ચાર્જ સંભાળશે.
હાઈકોર્ટ દ્વારા બહાર પાડવામાં આવેલ બદલીના ઓર્ડરમાં રાજકોટમાં ફરજ બજાવતાં ડિસ્ટ્રિક્ટ કોર્ટ કેડરના એસ.વી. શર્માની ગાંધીનગર, ઇન્ડસ્ટ્રીઝ કોર્ટના એમ એ.ટેલરની વડોદરા, એમ જે બ્રહ્મભટ્ટની નડિયાદ ખાતે બદલી કરવામાં આવી છે. તેવી રીતે રાજકોટ સિનિયર સિવિલ જજ કેડરના એમ.જે.શાહની ગાંધીનગર, ડી. આર.જગુવાલા- ગાંધીનગર, જે.વી પરમાર-સાબરકાંઠા, એમ.ડી.ત્રિવેદી-ખેડા, કે.એમ. ગોહેલ- અમદાવાદ, આર્યરામ કુમાર-મહેસાણા, સી.પી. ચારણ-જામનગર, પી.એસ.સિધીની સુરત ખાતે બદલી કરવામાં આવી છે. જ્યારે રાજકોટ શહેર-જીલ્લામાં સિવિલ કોર્ટમાં મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ તરીકે ફરજ બજાવતા જે.જે.જાદવ-ખેડા, એમ ડી પરમાર-તાપી, એન.ટી.કારિયા-સાબરકાંઠા, એ.એ.દવે-અરવલ્લી, જુંગલ દવે અમદાવાદ,પી. બી.ગામીત-વડોદરા, આર.આર. બારૈયા નવસારી, આર.કે.જાની બનાસકાંઠા, એ.પી.દવે અમદાવાદ, કે.એન.જોષી મહેસાણા, દામીની દીક્ષિત ગાંધીનગર, એન.ડી જોષીપરા, સી.સી.ગોંડલીયા અમદાવાદ અને કુમદેવસિહ ચુડાસમાની અમદાવાદ જ્યુડિશિયલ રૂૂરલમાં બદલી કરવામાં આવી છે.