મોરબીના વૃષભનગરમાં હૃદયરોગના હુમલાથી 40 વર્ષના યુવાનનું મૃત્યુ
વૃષભનગરમાં રહેતા 40 વર્ષીય યુવાનને છાતીમાં દુખાવો ઉપડતા હાર્ટ એટેકથી મોત થયું હતું બી ડીવીઝન પોલીસે બનાવ મામલે વધુ તપાસ ચલાવી છે.
મોરબીના સામાકાંઠે વૃષભનગરના રહેવાસી દીપકસિંહ જ્યોતીસિંહ જાડેજા (ઉ.વ.40) નામના યુવાન પોતાના ઘરે હોય ત્યારે છાતીમાં દુખાવો ઉપડતા હાર્ટ એટેક આવ્યો હતો અને સારવારમાં લઇ જતા સારવાર દરમિયાન મોત થયું હતું મોરબી સીટી બી ડીવીઝન પોલીસે બનાવની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
ચરાડવા ગામે આવેલ કારખાના પાછળ પાણીના ટાંકાની ઓરડીમાં ગળેફાંસો ખાઈ 36 વર્ષના યુવાને આપઘાત કરી લીધો હતો હળવદ પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે.
મૂળ યુપીના વતની અને હાલ હળવદ તાલુકાના ચરાડવા નજીક આવેલ બીસેરો સિરામિક કારખાનામાં કામ કરતા વિનોદભાઈ સતનભાઈ પ્રજાપતિ (ઉ.વ.36) નામના યુવાને કારખાના પાછળ આવેલ પાણીના ટાંકાની ઓરડીમાં લોખંડ હુક સાથે ઇલેક્ટ્રિક કેબલ બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો હળવદ પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ ચલાવી છે પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ મૃતક વિનોદભાઈ જીદી સ્વભાવના હોય પોતાની જાતે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યાનું ખુલ્યું છે હળવદ પોલીસે બનાવ મામલે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.