વિદેશ જતા છાત્રોની સંખ્યામાં 40 ટકાનો ઘટાડો
સ્ટુડન્ટ વિઝાના નિયમોમાં આવેલ ફેરફારની અસર: પાંચ મહિનામાં માત્ર 4400 અરજી આવી
ગુજરાતમાથી દર વર્ષ અમેરિકા સહીતનાં વિવિધ દેશોમા ઉચ્ચ અભ્યાસ કરવા માટે હજારો વિધાર્થીઓ જતા હોય છે પરંતુ છેલ્લા બે વર્ષમા વિદેશ અભ્યાસ કરવા જવાની સંખ્યામા ઘટાડો જોવા મળી રહયો છે જેમા 40 ટકાથી વધુનો ઘટાડો નોંધાયો હોવાની માહીતી સામે આવી રહી છે વિદેશમા વિઝા પર આવેલા નવા નીયમની પણ અરજીઓ પર અસર પડી હોવાનો અંદાજ લગાવવામા આવી રહયો છે.
અન્ડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટના અભ્યાસ બાદ ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જતા વિદ્યાર્થીઓએ જે યુનિવર્સિટીમાંથી ડિગ્રી મેળવી હોય, ત્યાં માર્કશીટ તેમજ ડિગ્રી વેરિફિકેશન માટે તથા ટ્રાન્સક્રિપ્ટ માટે ઓનલાઈન અરજી કરવાની હોય છે. ગુજરાત યુનિવર્સિટીમાં છેલ્લા બે વર્ષના અરજીઓના આંકડા જોઈએ તો વિદેશ જનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં મોટો ઘટાડો નોંધાયો છે. આંકડા મુજબ એપ્રિલ 2022થી માર્ચ 2023 સુધીમાં કુલ 14864 વિદ્યાર્થીઓએ વેરીફીકેશન અને ટ્રાન્સક્રિપ માટે અરજી કરી હતી. જ્યારે એપ્રિલ 2023થી માર્ચ 2024 સુધીમાં કુલ 18237 વિદ્યાર્થીઓએ અરજી કરી હતી. જેની સામે એપ્રિલ 2024થી માર્ચ 2025 સુધીના એક વર્ષમાં 11071 વિદ્યાર્થીઓએ અરજી કરી હતી.
આમ 2023-24ના ઘટાડો નોંધાયો છે. મહત્ત્વનું છે કે છેલ્લા 2-3 ત્રણ વર્ષમાં અમેરિકા અને કેનેડામાં સ્ટુડન્ટ વિઝા નિયમો સહિતના અનેક નિયમો વર્ષની સામે 2024-25માં 40% જેટલો બદલાયા છે અને કેટલેક અંશે કડક પણ થયા છે, જેની અસર વિદેશ જતા વિદ્યાર્થીઓની સંખ્યામાં જોવા મળે છે.
આ આંકડા તો માત્ર રાજ્યની સૌથી મોટી અને જૂની એવી ગુજરાત યુનિવર્સિટીના છે પરંતુ જીટીયુ તેમ જ અન્ય સરકારી સ્ટેટ યુનિવર્સિટીના માર્કશીટ અને ડિગ્રી વેરિફિકેશનના આંકડા જોઈએ તો વધુ ચિત્ર સ્પષ્ટ થઈ શકે. જ્યારે એપ્રિલ 2025થી ઓગસ્ટ 2025ના પાંચ મહિનાના ગુજરાત યુનિવર્સિટીના વેરિફિકેશનના આંકડા જોઈએ તો 4066 વિદ્યાર્થીઓએ અરજી કરી હતી.