શાપર-વેરાવળમાં પહેલા માળે રમતો 4 વર્ષનો માસૂમ અકસ્માતે પટકાતાં મોત
શાપર વેરાવળમા આવેલ ગંગેશ્ર્વર ગેટ પાસે રહેતા પરીવારનો 4 વર્ષનો માસુમ પહેલા માળે રમતો હતો. ત્યારે અકસ્માતે રમતા રમતા નીચે પટકાયો હતો. ગંભીર રીતે ઘવાયેલા માસુમ બાળકનુ મોત નીપજતા પરીવાર શોકમા ગરકાવ થઇ ગયો હતો.
આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ શાપર વેરાવળમા ગંગેશ્ર્વર ગેટ પાસે આવેલા મામાદેવનાં મંદિર પાસે રહેતા પરીવારનો રૂદાન મોહસીનભાઇ ખાન નામનાં 4 વર્ષનો માસુમ બાળક સંધ્યા ટાણે પહેલા માળે રમતો હતો. ત્યારે અકસ્માતે રમતા રમતા નીચે પટકાયો હતો. બાળકને ઇજા પહોંચ્તા સારવાર માટે રાજકોટ સિવીલ હોસ્પીટલ ખાતે ખસેડાયો હતો. જયા માસુમનુ મોત નીપજયુ હતુ. માસુમનાં મોતથી પરીવાર શોકમા ગરકાવ થઇ ગયો હતો.
આ ઉપરાંત બીજા બનાવમા જુનાગઢમા આવેલા કુંભારવાડા વિસ્તારમા રહેતા હનીફભાઇ રહીમભાઇ કુરેશી (ઉ.વ. પ3) પોતાનો ટ્રક લઇને જુનાગઢથી માલ ભરી અમરેલી તરફ જઇ રહયા હતા. ત્યારે અમરેલી નજીક પહોંચતા ટ્રકનો ટાયર ફાટતા ટ્રક પલ્ટી ગયો હતો. ટ્રક અકસ્માતમા ઘવાયેલા આધેડને સારવાર માટે રાજકોટ સિવીલ હોસ્પીટલ ખાતે ખસેડાયા હતા. જયા તેમનુ મોત નીપજતા પરીવારમા શોકની લાગણી પ્રસરી છે. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.