For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

બોલેરોમાં આગળ બેઠેલ પરિવારની 4 મહિલા કાળનો કોળિયો બની ગઈ

12:19 PM Nov 26, 2024 IST | Bhumika
બોલેરોમાં આગળ બેઠેલ પરિવારની 4 મહિલા કાળનો કોળિયો બની ગઈ
Advertisement

ચોટીલા પાસે અકસ્માત
મગનજીબેન ગોબરભાઈ રેથરિયા ઉ.વ.70 તથા ગલાલબેન કાળુભાઈ રેથરિયા ઉ.વ.70, મંજુબેન ઘનશ્યામભાઈ રેથરિયા ઉ.વ.65 અને ગવરીબેન પોચાભાઈ રેથરિયા ઉ.વ.78નું મોત નિપજ્યું હતું. જ્યારે ચાલક દશરથભાઈ ગોબરભાઈ દેથરિયા ઉ.વ.46 સાથે ભુપતભાઈ રેથરિયા ઉ.વ.75, ગણપત કાળુભાઈ રેથરિયા ઉ.વ.46, ચિકાભાઈ શંકરભાઈ રેથરિયા ઉ.વ.62, મનજીભાઈ સબુભાઈ રેથરિયા ઉ.વ.65, રમેશ ઘનશ્યામભાઈ રેથરિયા ઉ.વ.32, રંજનબેન ખોળાભાઈ રેથરિયા ઉ.વ.50, રાહુલ ખોળાભાઈ રેથરિયા ઉ.વ.24, વિશાલ રાજુભાઈ રેથરિયા ઉ.વ.12, માવજીભાઈ કાળુભાઈ રેથરિયા ઉ.વ.50, બટુકભાઈ ગંગારામભાઈ રેથરિયા ઉ.વ.54, કરમશીભાઈ દેવાભાઈ રેથરિયા ઉ.વ.62, માજુબેન કાળુભાઈ રેથરિયા ઉ.વ.70, ગોબરભાઈ લક્ષ્મણભાઈ રેથરિયા ઉ.વ.68, ગીતાબેન દશરથભાઈ રેથરિયા ઉ.વ.45 અને ઘનશ્યામ લક્ષ્મણભાઈ રેથરિયા ઉ.વ.60ને ઈજા થતાં તમામને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

અકસ્માત બાદ રાજકોટ અમદાવાદ હાઈવે પર ચોટીલા પાસે ટ્રાફિક જામ થઈ ગયો હતો. બનાવની જાણ થતાં જિલ્લા ટ્રાફિક તથા ચોટીલા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. આ બનાવમાં એક જ પરિવારના ચાર સભ્યોના મોતથી પરિવારમાં શોક વ્યાપી ગયો છે.

Advertisement

શિયાણી ગામે રહેતા ઘનશ્યામભાઈ રેથરિયાનો મોટો પુત્ર નાનપણમાં અવસાન પામ્યો હોય તેનું કાર્ય કરવા માટે પરિવારજનો સોમનાથ જતાં હતાં ત્યારે આ ઘટના બની હતી. બોલેરો પિકઅપ વાનમાં આગળ બધા મહિલાઓ અને બાળકો બેઠા હતા જ્યારે પાછળ બધા પુરુષો બેઠા હતા ટ્રક ચાલક ઓચીંતો આડો આવતા ચાલક દશરથભાઈએ સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હતો.

Advertisement
Tags :
Advertisement
Advertisement