રૈયાધાર પાસે લાઇન તૂટતા 4 વોર્ડ તરસ્યા રહ્યા
શહેરભરમાં અબજોરૂપિયાના ખર્ચે ડીઆઇ પાઇપ લાઇના નાખવાની કામગીરી પૂર્ણ થવામાં આવી છે. મુખ્ય લાઇનો હજૂ પણ જૂની હોવાના કારણે અનેક જગ્યાએ લાઇનો તૂટવાથી પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાઇ રહી છે. દિવાળીના તહેવારો નજીક હોવાથી મહિલાઓ દ્વારા ઘર સફાઇનું કામ આરંભવામાં આવ્યુ છે.
જેમાં પાણીનો ઉપયોગ પણ વધુ થાય છે. ત્યારે જ રૈયાધાર પાસે સવારે પાણીની મુખ્યા લાઇનમાં ભંગાણ થતાં સોજીત્રા અને ન્યારી આધારીત વિસ્તારોના ચાર વોર્ડમાં વિતરણ વ્યવાસ્થા ખોરવાઇ ગઇ હતી. યુધ્ધના ધોરણે મરમ્મત કામ શરૂ કરવામાં આવ્યુ છે અને બપોર બાદના વિસ્તારોમાં પાંચ કલાક પાણી મોડુ વિતરણ થવાની સંભાવના જોવાઇ રહી છે. રૈયાધાર પાસે સોજીત્રા નગર અને રૈયા આધારીત મુખ્યા પાણીની લાઇન તૂટતા એક સાથે ચાર વોર્ડ તરસ્યા રહયા છે.
વોર્ડ નં.1, 2, 8 અને 10ના આકાપુરી સોસાયટી, ઘોટુનગર, વિમાનગર, પ્રગતિ સોસાયટી, સૌરભ સોસાયરી છોટુનગગર મફતિયા, શિવાજી પાર્ક,આશુતોષ, સોસાયટી, પદમાંકુવરબા, સિંચાઈનગર, ઈન્કમટેક્ષ સોસાયટી, વંદનવાટીકા, અમરજીતનગર, આર. કે. પાર્ક, ગ્રીનપાર્ક, વસુંધરા રેસીડેન્સી, દિવ્યસિધ્ધી પાર્ક, સંકલપસિધ પાર્ક, સ્વપ્નસિંધી પાર્ક, જસાણી પાર્ક, ગીતગુજરી સોસાપટી, સુભાષનગર, નહરૂૂ નગર, રજાનગર, ચુડાસમા પ્લોટ, શ્રીજીનગર, ધ્રુવનગર, અંજની સોસાયટી, નિરજની સોસાયટી, હરિપાર્ક, નવયુગ સોસાયટી, ચંદ્ર નગર, સખીયા નગર, આરાધના સોસાપટી, નરસિંહનગર, આર. એમ સી નગર, જય ગીતસોસાયટી, યોગેશ્વર સોસાયટી, પત્રકાર સોસાપટી, કયાણનગર, ગોકુળિયા પરા, સ્વસ્તીક સોસાયટી, શ્રેયસ ઓસાપવી, શ્રીજીનગર, કૃષ્ણફૂજ સોસાયટી સહિતના વિસ્તારોમાં વિતરણ વ્યવસ્થા ખોરવાય ગઇ હતી.