For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મોટામવા સહિતની 4 ટીપી સ્કિમ પરામર્શ માટે તૈયાર

05:51 PM May 08, 2025 IST | Bhumika
મોટામવા સહિતની 4 ટીપી સ્કિમ પરામર્શ માટે તૈયાર

મહાપાલિકા અને રૂડાની 10 ટીપી સ્કીમોની ફાઈલ મ્યુ. કમિશનર સમક્ષ મુકાઈ

Advertisement

રાજકોટ શહેર સ્માર્ટસીટીની દોડમાં સતત આગળ વધી રહ્યું છે. ત્યારે શહેરનો વ્યાપ ચારેય દિશામાં વધવા લાગ્યો હોય વર્ષોથી પેન્ડીંગ રહેલ તેને તાજેતરમાં મહાનગરપાલિકાની હદમાં નવા ભળેલા વિસ્તારો સહિતના વિસ્તારોની ટીપી સ્કીમો બનાવવાનો પ્રારંભ મહાનગરપાલિકા અને રૂડા દ્વારા શરૂ કરવામાં આવ્યો છે. તે અંતર્ગત મોટા મૌવા સહિતની ચાર ટીપી સ્કીમો પરામર્શ માટે તૈયાર કરવામાં આવી છે. આથી મનપા અને રૂડાની 10 ટીપી સ્કીમોની ફાઈલ તૈયાર કરી મ્યુનિસિપલ કમિશનરના ટેબલ પર મુકવામાં આવી છે. જે વિચાર વિમર્શ અને મંજુરી મળ્યા બાદ સરકારમાં રજૂ કરવામાં આવશે. તેમ જાણવા મળેલ છે.

ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ બાદ એક વર્ષથી વધુ સમય થવા છતાં ટાઉન પ્લાનીંગ વિભાગ સુસુક્ત અવસ્થામાં હતો જેને હવે આળશ ખંખેરી હોય તેમ અગાઉ નોટીસ અપાયેલ ગેરકાયદેસર બાંધકામોના ડિમોલેશનની કામગીરી શરૂ કરી છે. જ્યારેબીજી તરફ રાજકોટ મહાનગરપાલિકાની હદમાં ભળેલા નવા વિસ્તારો તેમજ ટીપી સ્કીમ પેન્ડીંગ હોય તેવા વિસ્તારો અને રૂડા હેઠળ આવતા વિસ્તારોની ટીપી સ્કીમો તૈયાર કરવાનો પ્રારંભ કર્યો છે. છેલ્લા થોડા સમયથી બિલ્ડરલોબી દ્વારા ટીપી સ્કીમ મુદ્દે ગાંધીનગર સુધી રજૂઆતો થયેલ જેના પગલેસરકારે આદેશ આપતા રૂડાની અને મનપા સહિતની 10ટીપી સ્કીમોની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. જેમાં સૌ પ્રથમ મોટામવા સહિતના વિસ્તારોની ચાર ટીપી સ્કીમો પરામર્શ માટે તૈયાર કરવાામં આવી છે. જેની ફાઈલ કમિશનર સુધી પહોંચાડવામાં આવેલ હોય આગામી જનરલ બોર્ડમાં ટીપી સ્કીમોની દરખાસ્ત રજૂ થાય તેવી સંભાવના જોવાઈ રહી છે. જનરલ બોર્ડમાં મંજુરી મળ્યા બાદ ટીપી સ્કીમ સરકારમાં મંજુરી અર્થે મોકલવામાં આવશે.

Advertisement

શહેરની 30થી વધુ ટીપી સ્કિમ પેન્ડિંગ
મહાનગરપાલિકાની હદમાં વધારો થવાની સાથો સાથ બિલ્ડર લોબી દ્વારા ટીપી સ્કીમો ઝડપથી મંજુરી થાય તેવી રજૂઆતો કરવામાં આવી રહી છે. તેવી જ રીતે ગેરકાયદેસર બાંધકામોને અટકાવવા માટે પણ ટીપી સ્કીમોને ઝડપથી મંજુરી મળે તેવું ખુદ મનપા ઈચ્છી રહી છે ત્યારે રોડ-રસ્તા અને સાર્વજનીક પ્લોટનો કબ્જો સરળતાથી મળે તે માટે ટીપી સ્કીમના ડ્રાફ્ટ તૈયાર કરવાની કામગીરી આરંભવામાં આવી છે. સુત્રોના જણાવ્યા મુજબ શહેરમાં નવા ભળેલા અને ટીપી સ્કીમમાંથી બાકાત રહીગ યેલા વિસ્તારોની 30થી વધુ ટીપી સ્કીમો પેન્ડીંગ રહી ગયેલ છે. ટુંક સમયમાં ડ્રાફ્ટ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement