For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મોરબી રોડ ઉપર કારચાલકે રાહદારી યુવાનને ઉલાળતાં મોત

04:34 PM Dec 04, 2024 IST | Bhumika
મોરબી રોડ ઉપર કારચાલકે રાહદારી યુવાનને ઉલાળતાં મોત
Advertisement

માનસરોવરમાં સંબંધીના ઘરે ચાંદી કામ શીખવા આવેલા બાબરાના યુવાને એસિડ પી જીવન ટૂંકાવ્યું

શહેરમાં મોરબી રોડ પર રોડ ક્રોસ કરતા યુવકને કાર ચાલકે ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ઘવાયેલા યુવાને સારવારમાં દમ તોડતા પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી હતી.

Advertisement

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ મુળ મધ્યપ્રદેશના વતની અને હાલ રાજકોટમાં મોરબી રોડ પર આવેલ કિઆન કંપનીમાં કામ કરતો ગોવિંદ તુલસીદાસભાઇ આહિરવાર નામનો રર વર્ષનો યુવાન બે દિવસ પુર્વે રાત્રીના આઠેક વાગ્યાના અરસામાં મોરબી રોડ ઉપર રસ્તો ઓળંગી રહયો હતો ત્યારે પુરપાટ ઝડપે ધસી આવેલી જીજે 3 કે. પી. 6946 નંબરની કારના ચાલકે રસ્તો ઓળંગતા યુવાનને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો.

અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા યુવકનુ સારવારમાં મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો. આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં બાબરા ગામે રહેતો જેસર હિમતભાઇ મેર નામનો રપ વર્ષનો યુવાન આજીડેમ ચોકડી પાસે માનસરોવર પાર્કમાં રહેતા સબંધીના ઘરે ચાંદીનુ કામ શીખવા માટે આવ્યો હતો. જેસર મેરે કોઇ અગમ્ય કારણસર એસીડ પી લીધુ હતુ. યુવકનુ સારવાર માટે સિવીલ હોસ્પિટલમાં ખસેડાયો હતો જયા તેનુ મોત નિપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. ઉપરોકત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement