નવાગામમાં રહેણાંક મકાનમાંથી 1.06 લાખના દારૂ સાથે 4 શખ્સો ઝડપાયી
શહેરની ભાગોળે કુવાડવાર રોડ પર આવેલા નવાગામમા રહેણાંક મકાનમાં પોલીસે દરોડો પાડી રૂા.1.06 લાખના દારૂના જથ્થા સાથે ચાર શખ્સોને ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ એલસીબી ઝોન-1ના હેડકોન્સ્ટેબલ એચઆર પરમાર, દિવ્યરાજસિંહ જાડેજા, રવિરાજ પટગીર, સત્યજીતસિંહ જાડેજા સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો દરમિયાન નવાગામમાં આવેલા મધુવન પાર્કમાં રહેતા અજય કરમશીભાઇ સાંકરીયાએ પોતાના મકાનમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવ્યો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડી તલાસી લેતા મકાનમાંથી વિદેશી દારૂની બોટલ નંગ 256 કિ.1.06 લાખ મળી આવતા પોલીસે મકાનમાંથી આરોપી અજય સાકરીયા ઉપરાંત વિશાલ મનસુખભાઇ મેર (રહે નવાગામ, રંગીલા સોસાયટી), સાગર સામાભાઇ જોગરાજીયા અને સુરેશ કડવાભાઇ જોગરાજીયા (રહે. બંને છાસીયા તા.વિછીંયા)ની ધરપકડ કરી પોલીસે દારૂ અને મોબાઇલ મળી કુલ રૂા.1.11272નો મુદામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.