For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજકોટથી વધુ 4 ડોમેસ્ટિક ફ્લાઈટ, ઈન્ટરનેશનલ અંગે મૌન

04:48 PM Jul 31, 2024 IST | admin
રાજકોટથી વધુ 4 ડોમેસ્ટિક ફ્લાઈટ  ઈન્ટરનેશનલ અંગે મૌન

ગોવા, દિલ્હી, હૈદ્રાબાદ, અમદાવાદ-વડોદરાની નવી ફલાઈટ ઉડશે, કુલ સંખ્યા 14 પર પહોંચી

Advertisement

શિયાળુ સમયપત્રકમાં આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ શરૂ કરવાની જાહેરાત માત્ર કાગળ ઉપર ?

રાજકોટના હિરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ઉપરથી ઉડાન ભરતી નવી 4 ડોમેસ્ટીક ફલાઈટની જાહેરાત કરવામાં આવી છે. વિન્ટર શેડયુલ એટલે કે દિવાળી આસપાસ આ દિલ્હીની અને ગોવા ઉપરાંત હૈદ્રાબાદ, અમદાવાદ અને વડોદરા માટેની 4 ફલાઈટ ઉડાન ભરશે. ડોમેસ્ટીક ફલાઈટની જાહેરાત સાથે જેની રાજકોટ અને સૌરાષ્ટ્રવાસીઓ આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે તેવી આંતરરાષ્ટ્રીય ફલાઈટ બાબતે એરપોર્ટના સત્તાધીશોએ મૌન સેવી લીધું છે અને આંતરરાષ્ટ્રીય એક પણ ફલાઈટની જાહેરાત નહીં થતાં રાજકોટ અને સૌરાષ્ટ્રવાસીઓને ભારે આંચકો લાગ્યો છે. બીજી તરફ રાજકોટ હિરાસર એરપોર્ટ ઉપરથી ઉડાન ભરતી અલગ અલગ ફલાઈટોમાં નવી 4 ફલાઈટની જાહેરાત વિન્ટર શેડયુલમાં થઈ છે ત્યારે હવે હિરાસર એરપોર્ટ પરથી 14 જેટલી ફલાઈટનું આવા ગમન થશે. જો કે તેમાંથી એક પણ આંતરરાષ્ટ્રીય ફલાઈટ ન હોવાથી સૌરાષ્ટ્રવાસીઓ નિરાશ થયા છે.

Advertisement

એરપોર્ટ ઓથોરિટી દ્વારા જાહેર કરવામાં આવેલા વેન્ટર શેડયુઅલમાં દિલ્હીની અને ગોવાની ઉપરાંત હૈદ્રાબાદ તેમજ અમદાવાદ અને વડોદરા ફલાઈટ આગામી તા.27 ઓકટોમ્બરથી માર્ચ મહિના સુધી ઉડાન ભરશે જેમાં રાજકોટ દિલ્હી માટેની સવારની 6.55 કલાકની એર ઈન્ડિયાની ફલાઈટ અને ગોવા માટેની ફલાઈટ બપોરે 12.40 કલાકે હિરાસર એરપોર્ટ પરથી ઉપડશે. તેમજ બેગ્લોર માટે બપોરે 2.45 કલાકે, પૂના માટે બપોરે 3.45 કલાકે ફલાઈટ ઉપડશે. તેમજ હૈદ્રાબાદ માટે સવારે 8.20, બોમ્બે માટે સવારે 7.55, 8.35, 11.40 સાંજે 7.25, સાંજે 6.30 કલાકે ફલાઈટ ઉપડશે. જ્યારે દિલ્હી માટે સવાર ઉપરાંત સાંજની 5.30 કલાક અને સાંજે 7.20 કલાકે બે ફલાઈટ ઉડાન ભરશે. તેમજ હૈદ્રાબાદ માટે સવારે 8.20 તેમજ અમદાવાદ માટે સાંજે 4.30 અને વડોદરા માટે સાંજે 7.10 કલાકે ફલાઈટ ઉડાન ભરશે. આમ કુલ 14 જેટલી ફલાઈટ હિરાસર એરપોર્ટ પરથી આવા ગમન કરશે.

રાજકોટ હિરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ કે જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રિમ પ્રોજેકટ છે ત્યાંથી એક પણ આંતરરાષ્ટ્રીય ફલાઈટનું ઓપરેટીંગ હજુ સુધી શરૂ થયું નથી ત્યારે સૌરાષ્ટ્ર અને રાજકોટવાસીઓ માટે હજુ સુધી એક પણ આંતરરાષ્ટ્રીય ફલાઈટની જાહેરાત વિન્ટર શેડયુલમાં નહીં થતાં રાજકોટવાસીઓ ભારે નિરાશ થયા છે. એરપોર્ટ ઓથોરીટી દ્વારા શા માટે હજુ સુધી કોઈ આંતરરાષ્ટ્રીય ફલાઈટની જાહેરાત કરાઈ નથી તે ? બાબતે લોકોમાં ભારે ચર્ચા છે. માત્ર કાગળ ઉપર જ આંતરરાષ્ટ્રીય ફલાઈટ શરૂ કરવાની જાહેરાત કરતાં એરપોર્ટના સત્તાધીશો રાજકોટ અને સૌરાષ્ટ્રવાસીઓને ઉલ્લુ બનાવી રહ્યાં છે.વિન્ટર શેડયુલની જાહેરાત સાથે હિરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ઉપરથી સાપ્તાહીક તેમજ દૈનિક ઉડાન ભરતી ડોમેસ્ટીક ફલાઈટોની સંખ્યામાં પણ વધારો નોંધાશે. વિન્ટર શેડયુલ બાદ હિરાસર એરપોર્ટ ઉપરથી 14 જેટલી ફલાઈટ આવાગમન કરશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement