રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ગેસ લીકેજ થતા ભભૂકેલી આગમાં એક જ પરિવારના 4 સભ્યો દાઝયા: માતા-પુત્રનાં મોત

01:31 PM Feb 13, 2024 IST | Bhumika
Advertisement

 

Advertisement

ઉનામાં બનેલી ઘટના : રાજકોટ સારવારમાં માતા બાદ પુત્રએ પણ દમ તોડતા પરિવારમાં માતમ

ઉનામાં આવેલા વડલા ચોક વિસ્તારમાં ગેસ સિલિન્ડર લીકેજ થતા આગ ભભુકી ઉઠી હતી જે આગમાં એક જ પરિવારના ચાર સભ્યો દાઝ્યા હતા જેમાં ગંભીર રીતે દાઝેલા માતા પુત્રના સારવારમાં મોત નીપજતા પરિવારમાં આરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ગુનામાં આવેલા વડલા ચોક વિસ્તારમાં રહેતા શબીરશા રહેમાનશા શાહમદાર (ઉ.વ.61) તેમના પત્ની હનીફાબેન શબીરશા શાહમદાર (ઉ.વ.55) તેનો પુત્ર રહીસશા શબીરશા શાહમદાર (ઉ.વ.21) અને પુત્રી રજીયાબેન શબીરશા શાહમદાર ગત તા.29 ના રોજ સવારના સાતેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતા ત્યારે હનીફાબેન ગેસ ચાલુ કરવા ગયા હતા તે દરમિયાન ગેસ સિલિન્ડર લીકેજ હોવાના કારણે આગ ભભૂકી ઊઠી હતી આગમાં દંપતી અને તેમના બંને સંતાનો ગંભીર રીતે દાઝી ગયા હતા ગંભીર રીતે દાઝી ગયેલા એક જ પરિવારના ચારેય સભ્યોને તાત્કાલિક સારવાર માટે ઉના બાદ જુનાગઢ ખસેડવામાં આવ્યા હતા જ્યાં હનીફાબેન અને પુત્ર રહીસશા શાહમદારની તબિયતના નાજુક જણાતા વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં ટૂંકી સારવાર દરમિયાન હનીફાબેન શાહમદારે ત્રણ દિવસ પૂર્વે હોસ્પિટલના બિછાને દમ તોડી દીધો હતો જ્યારે પુત્ર રહીસશા શાહમદારે પણ માતા બાદ હોસ્પિટલના બિછાને દમ તોડી દેતા પરિવારના માતમ છવાઈ ગયો છે આ બનાવ અંગે ઉના પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Tags :
deathfiregujaratgujarat news
Advertisement
Next Article
Advertisement