For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જૂનાગઢમાં ગેસ લીકેજથી માસૂમ બાળક સહિત 4 દાઝયા

12:14 PM Sep 04, 2024 IST | Bhumika
જૂનાગઢમાં ગેસ લીકેજથી માસૂમ બાળક સહિત 4 દાઝયા
Advertisement

હળવદના અમરાપરમાં ડામરનું બેરલ ઢોળાતા મહિલા સહિત બે દાઝી જતા સારવારમાં ખસેડાયા

જૂનાગઢના ગીરનાર દરવાજા નજીક આવેલા ગણેશ નગરમાં ગતરાત્રિના 10 વાગ્યાની આસપાસ એક મકાનમાં ગેસના બાટલનું રેગ્યુલર ભૂલથી ખુલ્લું રહી જતા બ્લાસ્ટ થયો હતો. જેથી એક જ પરિવારના ચાર સભ્યો ગંભીર રીતે દાઝ્યા હતા. કટારીયા પરિવારના સભ્યો જમવાનું પતાવી પોતાના ફળિયામાં બેઠા હતા. ત્યારે પરિવારનો નાનો દીકરો હિતેશ પોતાના રૂમમાં વાંચતો હતો. રસોડામાં એલ્યુમિનિયમના સેક્શન વાળા બારી દરવાજા પણ બંધ હતા. ત્યારે અચાનક જ પરિવારના સભ્યોને રસોડામાં કંઈક કામ યાદ આવતા તેઓએ રસોડાનો દરવાજો ખોલી લાઈટ ઓન કરતાની સાથે જ રસોડામાં બ્લાસ્ટ થયો હતો.

Advertisement

આ બ્લાસ્ટ એટલો ભયાનક હતો કે, આસપાસના લોકો પણ આ ધડાકાથી ડરી ગયા હતા. આ ધડાકો થતા કટારીયા પરિવારના ચાર સભ્યો ગંભીર રીતે દાઝી ગયા હતા. પરિવારના સભ્ય કાનજીભાઈ માવજીભાઈ કટારીયા (ઉં.56), તેનો દીકરો વિજય કટારીયા (ઉં 37), તેના પત્ની મનીષા વિજયભાઈ કટારીયા (ઉં.32) અને તેનો 7 વર્ષનો દીકરો દત્ત વિજય કટારીયા આ ગેસનો બાટલો ફાટવાથી ગંભીર રીતે દાઝ્યા હતા. બ્લાસ્ટની ઘટનાની જાણ થતાં આસપાસના લોકો તાત્કાલિક તેઓના ઘરે આવી પહોંચ્યા હતા. તેના ઘરે લોકો એકઠા થયા હતા. ત્યારે 108 દ્વારા ચારેય સભ્યોને સારવાર માટે જુનાગઢ સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ડોકટર દ્વારા તમામની સારવાર શરૂૂ કરવામાં આવી હતી. ગંભીર રીતે દાઝેલા 7 વર્ષના બાળક તેમજ તેના માતા-પિતાની હાલત વધુ ગંભીર થતાં તેઓને વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

ઘરના રસોડામાં રાખેલ ગેસના બાટલાનું રેગ્યુલેટર ભૂલથી ચાલુ રહી ગયું હતું. તેમજ રસોડાના એલ્યુમિનિયમ સેક્શન વાળા બારી દરવાજા બંધ હતા. રેગ્યુલેટર ચાલુ રહી ગયું હોવાથી ગેસ આખા રસોડામાં ફેલાઈ ગયો હતો. અને અચાનક જ રસોડાની લાઈટ ઓન કરવા જતા બ્લાસ્ટ થયો હતો. જે બ્લાસ્ટમાં રસોડામાં રાખેલી ચીજ વસ્તુઓ વેર વિખેર થઈ સળગી ઊઠી હતી. તો બીજી તરફ રસોડાની એલ્યુમિનિયમ સેક્શન વાળા બારી દરવાજાના કાચ પણ તૂટી ગયા હતા.

કટારીયા પરિવારના સભ્ય હિતેશ કટારીયા જણાવ્યું હતું કે, આજે રાત્રે 10:00 વાગ્યાની આસપાસ મારા ઘરે રસોડામાં ગેસનો બાટલો ફાટ્યો હતો. રસોડામાં રાખેલા ગેસના બાટલાનું રેગ્યુલેટર ચાલુ રહી ગયું હોવાથી રસોડામાં ધડાકા ભેર બાટલો ફાટ્યો હતો. જેમાં મારા ભાઈ, ભાભી, મારા ભત્રીજા અને મારા પિતાજી ગંભીર રીતે દાજી ગયા છે. જેને સારવાર માટે તાત્કાલિક જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં લાવ્યા હતા અને હાલ તેને વધુ સારવાર માટે રાજકોટ લઈ ગયા છે.

આ ઉપરાંત બીજા બનાવમાં હળવદના જૂના અમરાપર ગામે ઇન્ડીયન ઓઇલની સાઇડ પર ડામરનું બેરલ ઢોળાતા મુકેશ ગોરસિંગ ડામોર (ઉ.વ.28) અને આશાબેન રૂસમાર ડાંગી (ઉ.વ.25) દાઝી જતા સારવાર માટે હળવદ અને મોરબી બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. ઉ5રોકત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement