For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગઢકામાં આરોપીઓને પકડવા ગયેલી પોલીસ પર મહિલા સહિત 4નો હુમલો

12:11 PM Feb 12, 2024 IST | Bhumika
ગઢકામાં આરોપીઓને પકડવા ગયેલી પોલીસ પર મહિલા સહિત 4નો હુમલો

કલ્યાણપુર તાલુકાના ગઢકા ગામે થોડા દિવસ પૂર્વે નોંધાયેલી એક ફરિયાદના અનુસંધાને આરોપી પાસે કાયદેસરની કાર્યવાહી માટે ગયેલા પોલીસ કર્મચારીને માર મારી, અને ફરજમાં રૂૂકાવટ કરતા એક મહિલા સહિત ચાર શખ્સો સામે ધોરણસર ગુનો નોંધાયો છે.

Advertisement

આ પ્રકરણની વિગત એવી છે કે કલ્યાણપુર પોલીસ મથકમાં ત્રણેક દિવસ પૂર્વે ગઢકા ગામના લખમણભાઈ પમાભાઈ નકુમ અને મનસુખભાઈ દાનાભાઈ નકુમ સામે ફરિયાદ નોંધાઈ હતી. જેના અનુસંધાને આ પ્રકરણના તપાસનીસ એવા કલ્યાણપુરના ભાટિયા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ કરસનભાઈ દવુભાઈ આંબલીયા તેમજ અન્ય કર્મચારી નોટિસની બજવણી કરવા આરોપીના ઘર પાસે ગયા હતા.

ત્યારે આ સ્થળે રહેલા લખમણભાઈ પમાભાઈ, મનસુખ દામાભાઈ, કસ્તુરબેન લખમણભાઈ અને દેવરાજ નાથાભાઈ નકુમ નામના ચાર શખ્સો પોલીસ કર્મચારીઓ પાસે ધસી આવ્યા હતા અને તેઓ સાથે બોલાચાલી કરીને કહેલ કે તમે ખોટો ગુનો દાખલ કર્યો છે- એમ કહ્યા બાદ આરોપીઓએ ફરિયાદી હેડ કોન્સ્ટેબલ કરસનભાઈના શર્ટનો કોલર પકડી અને ઢીકા-પાટુનો માર મારી તેમને નીચે પછાડી દીધા હતા.

Advertisement

આમ, આરોપીઓએ કરસનભાઈ તથા અન્ય સાહેદને ઢીકાપાટુનો માર મારી, ફરિયાદી કરસનભાઈ સરકારી કર્મચારી તરીકેની ફરજ પર હોવા છતાં તેમની ઉપર હુમલો કરી, બેફામ માર મારતા આ સમગ્ર પ્રકરણ અંગે કલ્યાણપુર પોલીસે મહિલા સહિત ચારેય આરોપીઓ સામે આઈપીસી કલમ 332, 186 તથા 114 મુજબ ગુનો નોંધ્યો છે. જે અંગે આગળની તપાસ પી.એસ.આઈ. યુ.બી. અખેડ દ્વારા હાથ ધરવામાં આવી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement