For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

યુપીમાં કાર અકસ્માતમાં 4 ગુજરાતી યુવકોના મોત

01:17 PM Jul 01, 2025 IST | Bhumika
યુપીમાં કાર અકસ્માતમાં 4 ગુજરાતી યુવકોના મોત

કેદારનાથ જતા રસ્તામાં નડેલો ગમખ્વાર અકસ્માત, ફ્લાય ઓવર પરથી ઇનોવા કાર નીચે ખાબકી

Advertisement

ગુજરાતથી કેદારનાથ જઈ રહેલા શ્રદ્ધાળુઓની કાર યુ.પી. ના મુજફરપુર નજીક ફ્લાયઓવર પરથી પડી, ચાર મિત્રોના મોત ગુજરાતના પાંચ મિત્રો ઇનોવા કારમાં કેદારનાથ જઈ રહ્યા હતા. પાણીપત હાઇવે પર એક દુ:ખદ અકસ્માત થયો. પોલીસે મૃતકોના પરિવારજનોને જાણ કરી છે.

ગુજરાતથી કેદારનાથ યાત્રા પર જઈ રહેલા પાંચ મિત્રોની ઝડપી કાર ફ્લાયઓવર પરથી નીચે પડી ગઈ. પોલીસે ઘટનાસ્થળે પહોંચી ગ્રામજનોની મદદથી કારને બહાર કાઢી. ઘાયલોને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા, જ્યાં ચાર યુવાનોને મૃત જાહેર કરવામાં આવ્યા. પાણીપત-ખટીમા હાઇવે પર સિસૌના નજીક બાગોવાલી પુલ પાસે ફ્લાયઓવર પરથી એક અનિયંત્રિત ઇનોવા કાર પડી ગઈ. આ અકસ્માતમાં કારમાં મુસાફરી કરી રહેલા ગુજરાતના પાંચ મિત્રો ઘાયલ થયા હતા, જેમાંથી ચારના મોત થયા હતા. કારના મુસાફરો કેદારનાથ યાત્રા માટે જઈ રહ્યા હતા. ગાંધીનગરના સરગાસનના રહેવાસી કર્ણ, ભરત, તારાપુરના રહેવાસી અમિત અને વિપુલનું મોત નીપજ્યું હતું. ઘાયલ જીગરની જિલ્લા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

Advertisement

પોલીસનું કહેવું છે કે મૃતકના સંબંધીઓ અને ઘાયલોને જાણ કરવામાં આવી છે. તેઓ ગુજરાતથી મુઝફ્ફરનગર જવા રવાના થઈ ગયા છે. એસએસપી સંજય કુમારનું કહેવું છે કે આ મામલાની તપાસ ચાલી રહી છે. મૃતકના સંબંધીઓ આવ્યા પછી જ વધુ માહિતી મળી શકશે.

મુઝફ્ફરનગરના એસએસપી સંજય કુમાર વર્માએ જણાવ્યું હતું કે છપર પોલીસ સ્ટેશનના ખાટીમા પાણીપત રોડ પર હમણાં જ એક ઇનોવા વધુ ઝડપે દોડી રહી હતી, તે ફ્લાયઓવર પરથી નીચે પડી ગઈ છે. કારમાં પાંચ લોકો હતા. ચાર લોકોના મોત થયા છે, એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ છે, તેની સારવાર ચાલી રહી છે. તેમણે જણાવ્યું હતું કે કારમાં બેઠેલા બધા લોકો ગુજરાતના રહેવાસી હતા, તપાસમાં જે પણ તથ્યો બહાર આવશે તેના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement