રાજકોટ શહેર-જિલ્લાના 4 સહિત 39 મામલતદારની બદલી
04:01 PM Nov 21, 2025 IST | Bhumika
ગુજરાત રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા વહીવટી સરળતા અને જાહેર હિતને ધ્યાનમાં રાખીને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. મહેસૂલ વિભાગના વહીવટી નિયંત્રણ હેઠળ ફરજ બજાવતા 39 મામલતદાર, વર્ગ-2 સંવર્ગના અધિકારીઓની તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવી છે.
Advertisement
મહેસૂલ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા સત્તાવાર આદેશ મુજબ આ તમામ અધિકારીઓને તેમના હાલના કાર્યસ્થળ (કોલમ-2) પરથી તાત્કાલિક અસરથી બદલી કરીને તેમના નવા સ્થળે નિમણૂક આપવામાં આવી છે.
રાજકોટ કલેકટર કચેરીનાં પી.આર.ઓ. એન.બી. લાંઘણોજા, જમીન સંપાદન કચેરીના યુ.વી. કાનાણી, ધોરાજી મામલતદાર રાજેન્દ્ર પંચાલ તથા વિંછીયાના એચ.ડી. બારોટની ધોરાજી બદલી કરાઇ છે.
સામે નિલેશ અજમેરાને જુનાગઢથી રાજકોટ ઇસ્ટમા ખાલી જગ્યા પર નિમણુક આપવામા આવી છે જારે પી.આર.ઓ. , જમીન સંપાદન કચેરી અને વિંછીયા મામલતદારની જગ્યાઓ ખાલી રહી છે.
Advertisement
Advertisement