For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

તલગાજરડા પાસે પૂરમાં ફસાયેલા 38 વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂ

11:54 AM Jun 17, 2025 IST | Bhumika
તલગાજરડા પાસે પૂરમાં ફસાયેલા 38 વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂ

પીપાવાવમાં 22 મજૂરોને કોસ્ટગાર્ડે બચાવ્યા

Advertisement

ગતબપોરે આશરે 1:00 કલાકે ભાવનગરના મહુવા તાલુકાના તલગાજરડા ગામ નજીક રાતોલ-તલગાજરડા રોડ ઉપરથી જતા મોડેલ હાઈસ્કૂલના અંદાજિત 38 જેટલા વિદ્યાર્થીઓ અચાનક રૂૂપાવ નદીમાં આવેલા જળસ્તર અને પુરના પ્રવાહમાં ફસાઈ ગયા હતા. આ તમામ બાળકોને સમયસર સહી સલામત રીતે બચાવી લેવામાં આવ્યા છે. ઉપરવાસના ભારે વરસાદને કારણે જળપ્રવાહ ખૂબ તેજ હોવાથી રોડ ક્રોસ કરતી વેળાએ તેમને નદીના બાજુના એક ખાનગી મકાનમાં આશ્રય લેવા મજબૂર થવું પડ્યું હતું.

આ ઘટના અંગે તાત્કાલિક તાલુકા તંત્રને જાણ થતા, મહુવા ફાયર ટીમ, પ્રાંત અધિકારીશ્રી, મામલતદારશ્રી તથા સ્થાનિક પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચીને ગામ લોકોના સહયોગથી બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

Advertisement

વધુમાં ફાયર ટીમે બોટ દ્વારા શાળાના બાળકો સુધી પહોંચવાનો પ્રયાસ કરવામાં આવ્યો અને ટ્રેક્ટર દ્વારા પાણીમાં પ્રવેશ કરીને અંદાજે 50 મીટર દૂર ફસાયેલા બાળકો સાથે સંપર્ક કરવામાં આવ્યો.વરસાદ ધીમો પડતા અને પાણીનો પ્રવાહ ઘટતા સુરક્ષિત રીતે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.સ્થળ પર માનવ સાંકળ બનાવી તમામ બાળકોને સલામત રીતે બહાર લાવવામાં આવ્યા.ઘટનામાં કોઈ પણ બાળકને ઇજા કે જાનહાની થઇ નથી.તમામ બાળકો સુરક્ષિત રીતે બચાવી લેવાયા છે.

ઉલ્લેખનીય છે કે,સાવચેતીના ભાગરૂૂપે જામનગર એરફોર્સની ટીમને સ્ટેન્ડબાય પર રાખવામાં આવી હતી. જરૂૂર પડે તો સ્થિતિમાં એર લિફ્ટિંગની તૈયારીઓ પણ રાખવામાં આવી હતી.જામનગરથી હેલિકોપ્ટર પણ રવાના કરવામાં આવ્યું હતુ.

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના વિકટર ગામ પાસે પીપાવાવ ધામમાં ૠઠજજઇના પાણીના સંપની કામગીરી ચાલુ હતી તે સ્થળે ભારે વરસાદને કારણે ફસાયેલા તમામ 22 માણસોનું ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા સલામત રીતે રેસ્કયુ કરવામાં આવ્યું છે. આ તમામની પ્રાથમિક શાળામાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement