રાજકોટ માર્કેટ યાર્ડમાં સૂકા મરચાંની 36000 મણ આવક
07:13 PM Feb 15, 2024 IST
|
Bhumika
Advertisement
- યાર્ડના પટાંગણમાં વાહનોના થપ્પા લાગ્યા
દિવાળી બાદ યાર્ડમાં નવિ જણસની આવક થતી હોય છે ત્યારે હાલ રાજકોટનાં બેડી યાર્ડમાં વિવિધ જણસી આવી રહી હોય અને આગામી દિવસોમાં મસાલાની સિઝન પણ શરૂ થવાની હોય રાજકોટ યાર્ડમાં આજે સુકા મરચાની 18000 ભારી ઠલવાઈ હતી અને ભાવ પણ રૂા.4000 સુધી બોલાવ્યા હતાં.
Advertisement
શિયાળાની વિદાય ધીમે ધીમે થઈ રહી છે અને ઉનાળાની મૌસમ આવી રહી હોય યાર્ડમાં સુકા મરચાની આવક થતાં આગામી મસાલાની સિઝનમાં ભાવ મધ્યમ રહેવાની સંભાવના છે.
આજે ખેડૂતો દ્વારા વાહનો લઈ આવતાં યાર્ડમાં વાહનોના થપ્પા લાગી ગયા હતાં અને યાર્ડ લાલચટાક બન્યું હતું.
રાજકોટ માર્કેટયાર્ડ માં સૂકા મરચાં ની 18000 ભારી ની 36000 મણ આવક હતી વાહનોને માર્કેટયાર્ડમાં ક્રમવાર પ્રવેશ આપી મરચાંની ઉતરાઈ કરાવવામાં આવી હતી. રાજકોટ માર્કેટયાર્ડના ચેરમેન જયેશભાઈ બોઘરા, ડીરેક્ટરઓ તેમજ સ્ટાફ દ્વારા આ ઉતરાઈની વ્યવસ્થા કરવામાં આવી હતી.
Next Article
Advertisement