For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વધુ 36 મામલતદારોની બદલીના હુકમ

04:30 PM Jan 10, 2025 IST | Bhumika
વધુ 36 મામલતદારોની બદલીના હુકમ

ગુજરાત સરકાર દ્વારા ગઇકાલે મોડી સાંજે વધુ 36 મામલતદારની બદલીના હુકમો કરવામા આવ્યા હતા. વર્ગ-2ના કુલ 36 મામલતદારોને સ્થાનિક સ્વરાજયની ચૂંટણી પહેલા બદલવામાં આવ્યા છે. જયારે ગતતા.28 ઓકટોબરના રોજ ધ્રાંગધ્રા મામલતદાર મહેશ ગોહેલની બદલનો હુકમમાં ફેરફાર કરી તેમને ગાંધીનગર મુકવામા આવ્યા છે. જયારે તે જ લિસ્ટમાં નાયબ મામલતદાર બી.એમ. પટેલને મામલતદાર વર્ગ-2 તરીકે શરતી પ્રમોશન આપવામા આવેલ છે.

Advertisement

આ ઉપરાંત રાજકોટના લોધિકા મામલતદાર તરીકે ધારી મામલતદાર કુષ્ણકુમારસિંહ ચુડાસમાને અને ધોરાજી મામલતદાર તરીકે રાજેન્દ્રપંચાલને મુકવામા આવ્યા છે.
સૌરાષ્ટ્રમાંથી ગીરસોમનાથ કલેકટર કચેરીમાં ફરજ બજાવતા બી.એ.નાગરેચાને ગારિયાધાર, જામનગર મામલતદાર એમ.જે.ચાવડાને જામનગર રૂરલમાં મુકવામા આવ્યા છે. સુરેન્દ્રનગર ડિઝાસ્ટરમાં ફરજ બજાવતા હરેશ વાળાને કચ્છ પી.આર.ઓ તરીકે, ચુડાના મામલતદાર અલ્કેશ ભટ્ટને મોરબી, જામનગરના પ્રોટોકોલ મામલતદાર કે.જે. મારૂને પોરબંદર બદલવામા આવ્યા છે.

મામલતદાર વર્ગ-2ની બદલીના લીસ્ટમાં રાજકોટ જિલ્લાના જસદણના મામલતદાર એમ.ડી. દવેની જૂનાગઢ બદલી કરવામા આવી છે. જયારે તેના સ્થાને રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીમાં ફરજ બનાવતા આઇ.જી.ઝાલાને જસદણ મુકવામા આવ્યા છે.
આજ રીતે વિંછીયાના મામલતદાર આર.કે.પંચાલની ધોરાજી ખાતે બદલી કરવામાં આવી છે. અને વિંછીયામાં તેમના સ્થાને કચ્છમા ઇલકેશન વિભાગમાં ફરજ બજાવતા હિતેશ બારોટને નિમણૂક અપાઇ છે.

Advertisement

-------

Advertisement
Tags :
Advertisement
Advertisement