રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ઉપલેટા પાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસના 36 ઉમેદવારો મેદાનમાં

12:08 PM Feb 03, 2025 IST | Bhumika
Advertisement

ઉપલેટા નગરપાલિકાની ચૂંટણીના ફોર્મ ભરવાના આજે છેલ્લા દિવસે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના 36 ઉમેદવારોએ ફોર્મ ભરેલા હતા ભાજપનો આંતરિક વિખવાદ અને છેલ્લી ઘડી સુધી નામ નક્કી ન થવાને કારણે ઘણો બધો અસંતોષ ઊભો થયો છે ત્યારે શહેર કોંગ્રેસના પ્રમુખ કૃષ્ણકાંત ચોટાઈ અને કોંગ્રેસના આગેવાન લાખાભાઈ ડાંગર એ જણાવેલ છે કે આગામી નગરપાલિકાની ચૂંટણીમાં નગરપાલિકાનું બોર્ડ કોંગ્રેસ કબજે કરશે એ 100% ની વાત છે ઉપલેટા ની નગરપાલિકા કોંગ્રેસની આવે છે જે ઉમેદવારોએ કોંગ્રેસના ઉમેદવાર તરીકે ફોર્મ ભરેલા છે.

Advertisement

તેમાં વોર્ડ નંબર એકમાં વિજયાબેન માધવજીભાઈ બગડા બે રીમાબેન જગદીશભાઈ દલસાણીયા ત્રણ યોગેશભાઈ અરશીભાઈ સુવા ચાર નિતીશભાઈ વલ્લભભાઈ કાલાવડીયા વોડ નંબર બે માં પ્રિયંકા સિદ્ધાર્થભાઈ ભેટારીયા રાભીબેન માલદેભાઈ બાપોદરા સાગર શૈલેષભાઈ વાંકાણી સિદ્ધાર્થ શિવલાલભાઈ ભેટારીયા વોડ નંબર ત્રણમાં નિયતિબેન રજનીકાંત મારડીયા મધુબેન વિજયભાઈ સોલંકી ધર્મેશભાઈ લવજીભાઈ વાઘેલા અજીતભાઈ રમેશભાઈ માકડીયા વોર્ડ નંબર ચારમાં અમનબેન નાસીરભાઈ બેલીમ સોનલબેન છગનભાઈ કુડેચા નરેશભાઈ રામભાઈ ચંદ્રવાડીયા જયરાજસિંહ સુખદેવસિંહ જાડેજા વોર્ડ નંબર 5 માં મંજુલાબેન પુનાભાઈ સોજીત્રા સ્નેહલબેન કિશોરભાઈ સોજીત્રા ભાવેશભાઈ બાબુભાઈ ડેર વોર્ડ નંબર છ માં પ્રવિણાબેન રાજેશભાઈ નંદાણીયા દીપ્તિબેન હરેશભાઈ લાડાણી વિનોદભાઈ નાથાભાઈ બરાઈ પારસભાઈ ભરતભાઈ માકડીયા કોડ નંબર સાતમાં જયાબેન કેશુભાઈ વિંઝુડા બીદીયાબેન કિરણભાઈ વસોયા મનોજભાઈ ટપુભાઈ સુવા કેસુરભાઈ ઉકાભાઇ ચંદ્રવાડીયા કોડ નંબર આઠમાં મંજુબેન ગોવિંદભાઈ ગાગીયા અમરીબેન હાજાભાઇ ભારાઈ લખમણભાઇ ખીમજીભાઇ ભોપાળા જયદીપભાઇ નારાણભાઈ ચંદ્રવાડીયા અને વોર્ડ નંબર નવમાં રેશમા રિયાઝ હિંગોરા રિજવાના જાફરભાઈ ખાટ રસીદ રફીકભાઈ સીવાણી ગુલામ રસુલ આહમદ મિયા બુખારી આમ વોર્ડ નંબર નવમાં કોંગ્રેસના 36 સભ્યોની પેનલ તૈયાર કરવામાં આવેલ છે તારીખ ત્રીજી એ ચકાસણી છે ત્યારબાદ ફાઇનલ ઉમેદવારો કોણ તેમની સામે ફાઇટમાં આવશે તે નક્કી થશે.

Tags :
Electiongujaratgujarat newsUpletaUpleta Municipality electionsUpleta news
Advertisement
Advertisement