શહેરના આંતર માળખાકીય સુવિધા માટે 358 કરોડના કામોને મંજૂરી
મનપાની સ્ટેન્ડિંગ કમિટીમાં રૂ.પ.90 કરોડના જુદા જુદા વિકાસ કામોના ખર્ચને બહાલી
જામનગર મહાનગરપાલિકા ની આજે બપોરે મળેલી સ્ટેન્ડીંગ કમિટી ની બેઠક માં રૂૂ. પ.90 કરોડના વિવિધ વિકાસ કામના ખર્ચને મંજુરી આપવામાં આવી હતી. આ ઉપરાંત રૂૂપિયા 358 કરોડ ના કામો નો સૈધાંતીક મંજુરી આપવામાં આવી હતી.જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટીની બેઠક આજે ચેરમેન નિલેષ કગથરા ના અધ્યક્ષ સ્થાને મળી હતી. જેમાં 9 સભ્યો ઉપરાંત ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, કમિશ્નર ડી.એન. મોદી, નાયબ કમિશ્નર દેવેન્દ્રસિંહ ઝાલા અને ઈન્ચ. આસી. કમિ. (ટેક્સ) જીજ્ઞેશ નિર્મળ સહિત નો ઉપસ્થિત રહ્યા હતાં.
આજની સ્ટન્ડીંગ કમિટી બેઠક માં વોટર વર્ક્સ શાખા ની જુદી-જુદી પાંચ દરખાસ્તો રજુ થઈ હતી. જે માટે કુલ રૂૂપિયા 1પ4.79 લાખનું ખર્ચ મંજુર કરાયું હતું. જેમાં જ્ઞાનગંગા ઝોન વિસ્તારમાં સ્ટ્રન્ધનિંગ એન્ડ અપગ્રેડેશન, ઓફ અકઝીસ્ટીંગ વોટર પાઈપ લાઈન નેટવર્ક તથા નવી આરસીસી/બ્રીક મેશનરી વાલ્વ ચેમ્બરના કામ માટે રૂૂ. 8.03 લાખ , ગુલાબનગર ઝોન વિસ્તારમાં રૂૂ. 16.79 લાખ નો ખર્ચ મંજુર કરાયો છે. , .ઉપરાંત ઝોન-1 માં ડીઆઈ પાઈપ લાઈન નાખવા માટે વાર્ષિક રૂૂપિયા ર8.80 લાખાનો ખર્ચ મંજુર કરાયો હતો. તથા જુદા-જુદા ઈએસઆર ઉપર કોમ્પ્રેહેન્સીવના ધોરણે ઓપરેશન અને મેઈન્ટેનન્સના કામ માટે રૂૂ. 89.46 લાખ તથા શંકર ટેકરી ઝોન વિસ્તારમાં પાઈપ લાઈન નેટવર્ક તથા નવી આરસીસી બ્રીક ચેમ્બર બનાવવા માટે રૂૂ. 11.71 લાખનો ખર્ચ મંજુર કરાયો છે.
ફાયર શાખા માટે ફાયર ફાઈટીંગ ના સાધનો ખરીદવા વાર્ષિક રૂૂપિયા ર0 લાખ નો ખર્ચ મંજુર કરાયો હતો. તથા લાઈવ સ્ટોક ઈન્સ્પે. કોન્ટ્રાક્ટ બેઝ થી નવી નિમણૂંક આપવા નિર્ણય લેવાયો છે. જ્યારે ખાનગી સોસાયટી સ્કીમ હેઠળ સફાઈ કામગિરી માટે કુલ છ સોસાયટીના 14 કામદારોનું રૂૂ. 4.ર0 લાખનો ખર્ચ મંજુર કરાયો હતો. આ ઉપરાંત રૂૂ. ર0.06 લાખનું સિક્યુરીટી એજન્સી માટે ખર્ચ માન્ય રાખવામાં આવ્યું હતું.સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની ગ્રાન્ટ અનવયે આંતર માળખાકીય સુવિધાના કામો સુચવવા માટે રૂૂપિયા 3પ8.પર કરોડના વિકાસ કામો માટે સૈદ્ધાંતિક સ્વિકાર કરવામાં આવ્યો હતો.
વોર્ડ નં. પ, 9, 13, 14 માં મેટર મોરમ ગ્રીટ સપ્લાય કરી પાથરી આપવા ના કામ માટે રૂૂ. પાંચ લાખનો ખર્ચ મંજુર કરાયો છે.વોર્ડ નં. 16માં આશિર્વાદ દિપ સોસાયટી ના પુલીયાથી જામનગર રોડ સુધી સી.સી. રોડ (ભાગ-1) રૂૂ. ર8.74 લાખ તથા ભાગ-ર માટે રૂૂ. 3ર. 61 લાખનું ખર્ચ મંજુર કરાયું છે. 78 વિધાન સભા વિસ્તારના ધારાસભ્યની સ્પેશ્યલ 100 ટકા ગ્રાન્ટ અન્વયે ધારાસભ્યે સુચવેલા કામ માટે રૂૂ. 1રપ લાખનો ખર્ચ મંજુર કરાયો છે તથા વોર્ડ નં. 9માં ખાનગી સોસાયટી તથા હાઉસીંગ બોર્ડ વસાહતમાં લોક ભાગીધારી થી સિ.સી. રોડ બ્લોક પેવર માટે રૂૂ. ર00 લાખનું ખર્ચ મંજુર કરાયું હતું.