મનપાના 181 આવાસો માટે 3548 અરજીનો થયો ઢગલો
પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત નિર્માણ પામેલ અને ખાલી પડેલ LIG કેટેગરીના 137 આવાસો માટે કુલ-1744 તથા EWS-2 કેટેગરીના 44 આવાસો માટે કુલ-1804 ફોર્મ ભરાયા છે. રાજકોટ મહાનગરપાલિકાના મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, મ્યુનિસિપલ કમિશનર, શાસક પક્ષ નેતા, શાસક પક્ષ દંડક અને હાઉસિંગ ઈમ્પ્રુવમેન્ટ અને ક્લીયરન્સ સમિતિના ચેરમેનએ આપેલ માહિતી મુજબ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત નિર્માણ પામેલ અને ખાલી પડેલ, શહેરના જુદા જુદા વિસ્તારમાં આવેલ LIG (2 BHK) કેટેગરીના 137 આવાસો તથા EWS-2 (1.5 BHK) કેટેગરીના 44 આવાસો માટે તા.02/04/2025 થી તા.15/05/2025 સુધી રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઇટ www.rmc.gov.in પર ઓનલાઇન ફોર્મ ભરવાની કામગીરી પૂર્ણ થયેલ છે. જે અંતર્ગત LIG કેટેગરીમાં કુલ-174004 આવાસોના અરજી ફોર્મ તથા EWS-2 કેટેગરીના કુલ-1804 આવાસોના અરજી ફોર્મ ઓનલાઇન ભરાયા છે તેમ, રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયા અને હાઉસિંગ ઈમ્પ્રુવમેન્ટ અને ક્લીયરન્સ સમિતિના ચેરમેન નિતિનભાઈ રામાણી એક સંયુક્ત યાદીમાં જણાવેલ છે. આવાસ યોજનાના LIG કેટેગરીના આવાસોની વિગત નીચે મુજબ છે 02 BHK, ક્ષેત્રફળ 50 ચો.મીટર, આવાસની કિંમત રૂૂ. 12 લાખ, વાર્ષિક આવકમર્યાદા રૂૂ. 3 થી 6.00 લાખ, ડિપોઝીટ રૂૂ. 20,000/- EWS-2 કેટેગરીના આવાસોના 1.5 BHK, ક્ષેત્રફળ 40 ચો. મીટર, આવાસની કિંમત રૂૂ. 5.50 લાખ, વાર્ષિક આવકમર્યાદા રૂૂ. 3 લાખ, ડિપોઝીટ રૂૂ. 10,000 રાખેલ છે.