રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

પ્રતિબંધિત પ્લાસ્ટિક વાપરતા 35 વેપારી દંડાયા

05:45 PM Feb 28, 2024 IST | Bhumika
Advertisement

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દરમ્યાન સ્વચ્છતા પખવાડિયું કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ, જે અંતર્ગત શહેરના મુખ્ય માર્ગો, હોકર્સ ઝોન અને શાક માર્કેટ, ફ્લાયઓવર અને અંડરબ્રીજ, ન્યુસન્સ પોઈન્ટ, પબ્લિક પ્લેસ પ્રોમીનેંટ એરિયાની સફાઈ, કોમ્યુંનીટી તથા પબ્લીક ટોયલેટની સફાઈ, આંગણવાડીની સફાઈ (આસપાસની સફાઈ), આરોગ્યકેન્દ્રની સફાઈ (આસપાસની સફાઈ) સહીત પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ (એમેન્ડમેન્ટ) રૂૂલ્સ 2021 અન્વયે ત્રણેય ઝોન વિસ્તાર અલગ અલગ મુખ્ય માર્ગો પર સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ દ્રારા પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવાની તથા ગંદકી કરતા આસામી પાસેથી દંડ વસુલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં આજ તા.28-02-2024ના રોજ ત્રણેય ઝોનમાંથી કુલ 35 આસામીઓ પાસેથી 5.15 કી.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂૂ.13,350/-નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો.

Advertisement

સેન્ટ્રલ ઝોનના વિવિધ મુખ્ય માર્ગો પર ઝુંબેશરૂૂપે પ્રતિબંધીત પ્લાસ્ટીકનું વેચાણ કરતા 14 આસામીઓ પાસેથી 3.2 કિ.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂૂ.2250/-નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે., વેસ્ટ ઝોનના વિવિધ મુખ્ય માર્ગો પર ઝુંબેશરૂૂપે પ્રતિબંધીત પ્લાસ્ટીકનું વેચાણ કરતા 13 આસામીઓ પાસેથી 1.750 કિ.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂૂ. 8350/-નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે., ઈસ્ટ ઝોનના વિવિધ મુખ્ય માર્ગો પર ઝુંબેશરૂૂપે પ્રતિબંધીત પ્લાસ્ટીકનું વેચાણ કરતા 08 આસામીઓ પાસેથી 0.20 કિ.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂૂ.2750/-નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે. ઉપરોક્ત કામગીરી મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલની સુચના અને નાયબ મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરેના માર્ગદર્શન હેઠળ પર્યાવરણ ઈજનેર તેમજ ત્રણેય ઝોનના નાયબ પર્યાવરણ ઇજનેરના સુપરવિઝનમાં આસી. 5ર્યાવરણ ઇજનેર/ સેનીટેશન ઓફિસર હાજરીમાં સેનેટરી ઇન્પેરત કટર/ સેનેટરી સબ ઇન્પેવિઝપકટર દ્રારા કરવામાં આવેલ.

Tags :
gujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement