રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

વરસાદ પ્રભાવિત વિસ્તારોમાં રાજકોટ સહિત પાંચ મહાનગરમાંથી 35 મેડિકલ ટીમો મોકલાઇ

11:56 AM Aug 31, 2024 IST | admin
Advertisement

1262 એમ્બ્યુલન્સ અને 802 જેટલી 108 તહેનાત

Advertisement

રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદ જોવા મળ્યો છે. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની સૂચનાથી ભારે વરસાદથી પ્રભાવિત અસરગ્રસ્ત જિલ્લાઓમાં રોગચાળો ફાટીન નિકળે તે માટે આરોગ્ય વિભાગે અગમચેતીના પગલે સ્વાસ્થય ચકાસણી હાથ ધરી છે.

મંત્રીની સૂચનાથી ભારે વરસાદથી અસરગ્રસ્ત જિલ્લાઓમાં કુલ 35 મેડિકલ ટીમ પ્રજાજનોની સેવામાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી પ્રારંભિક તબક્કે મોકલવામાં આવી છેે. અને આગામી સમયમાં જરૂૂર જણાશે તે પ્રમાણે તબક્કાવાર વરસાદથી પ્રભાવિત જિલ્લાઓમાં ટીમ મોકલાશે. હાલ વડોદરા મ્યુનિસીપલ કોર્પોરેશન ખાતે 20, વડોદરા જિલ્લામાં 10, 2 ટીમ મોરબી અને 3 ટીમ પોરબંદર જિલ્લામાં મોકલાઇ છે. આ ટીમમાં સુરત થી 5, ભાવનગર થી 5, ગાંધીનગર અને અમદાવાદ થી 10 10 અને રાજકોટથી 5 આમ કુલ 35 ટીમને જરૂૂરી દવા, સંસાધનો અને એમ્બ્યુલન્સ સાથે વડોદરા, મોરબી અને પોરબંદર જિલ્લામાં પાંચ દિવસ માટે પ્રારંભિક મોકલવામાં આવી છે. દરેક ટીમમાં એક મેડિકલ ઓફિસર, 2 પેરામેડિકલ સ્ટાફ, ડ્રાઇવર અને અન્ય જરૂૂરી સંસાધનો સાથે પ્રજાજનોની સ્વાસ્થ્ય દરકાર માટે ફરજરત બન્યા છે. તમામ ટીમ દ્વારા ત્રણે જિલ્લામાં યુધ્ધના ધોરણે આજ સવાર થી જ મેડિકલ ચેક-અપ કેમ્પ આરંભી દેવામાં આવ્યા છે. આ ટીમ વરસાદથી પ્રભાવિત વિવિધ વિસ્તારોમાં જઇને સ્થાનિકજનોની સ્વાસ્થ્યને લગતી જરૂૂરી ચકાસણી કરી રહી છે.

આ ટીમ વિવિધ અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચી નાગરિકોની પ્રાથમિક આરોગ્ય ચકાસણી કરશે. પાણીમાં ક્લોરીનેશન પણ ચકાસવામાં આવશે. તદ્ઉપરાંત સ્થાનિક આરોગ્ય તંત્ર દ્વારા પાણીજન્ય અને મચ્છરજન્ય રોગનો ઉપદ્રવ અટકાવવા માટે દવા છંટકાવની પણ કામગીરી યુધ્ધના ધોરણે આરંભી દેવામાં આવી છે.
રાજ્યમાં સી.એચ.સી. અને પી.એચ.સી ખાતે 1262 એમ્બ્યુલન્સ અને અન્ય 802 જેટલી 108ની એમ્બ્યુલન્સને આ વિસ્તારોમાં ઇમરજન્સી સેવાઓ માટે તહેનાત રાખવામાં આવી છે.

Tags :
35 medical teamscities including Rajkotgujaratgujarat newsrajkotrajkot newssent to the rain-affected areas
Advertisement
Next Article
Advertisement