મનપામાં ‘PMU’ની રચના માટે 35 ઇજનેરની ભરતી કરાશે
રાજકોટ મહાનગરપાલિકાની આ પહેલથી શહેરના વિકાસ કાર્યોમાં વધુ પારદર્શિતા, ઝડપ અને ગુણવત્તા ઉમેરાશે. રાજકોટ મહાનગરપાલિકા સતત પ્રગતિ તરફ અવિરત પ્રયાસ કરી રહી છે. જેના થકી રાજકોટની જનતાને વધુ સારું ઈન્ફ્રાસ્ટ્રક્ચર આપી શકાય. 11 માસના કરાર આધારિત તદ્દન હંગામી ધોરણે કુલ-35 ફિલ્ડ એન્જીનીયર(સિવિલ)ની જગ્યાની માહિતી શહેરી વિકાસ વર્ષ અંતર્ગત હાથ ધરાયેલા વિવિધ પ્રોજેક્ટોની સતત મોનીટરીંગ, ટેક્નિકલ દેખરેખ, ગુણવત્તા નિયંત્રણ, મેઝરમેન્ટ ચકાસણી અને સમયસર રિપોર્ટિંગ સુનિશ્ચિત કરવા સાથે સાથે નાગરિક સુવિધાઓના વિકાસ કાર્યોની સમયસર પૂર્ણતા થાય તે હેતુસર, રાજકોટ મહાનગરપાલિકાની કામગીરીમાં વધુ ઝડપ લાવવા માટે ફિલ્ડ એન્જિનિયર (સિવિલ)ની કરાર આધારિત ભરતી હાથ ધરવામાં આવનાર છે.
જેમાં કુલ-35 જગ્યાઓ કરાર આધારિત ભરતી કરવામાં આવશે. જેની લાયકાત B.E. (Civil) સાથે 3 વર્ષનો અનુભવ, અથવા Diploma (Civil) સાથે 5 વર્ષનો અનુભવ, વેતન: રૂૂ. 40,000/- પ્રતિ મહિનો (ફિક્સ) રાખવામાં આવેલ છે.આ ભરતી કરાર આધારિત કરવામાં આવશે,જે માટે આગામી સમયમાં દૈનિક વર્તમાનપત્ર અને રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઇટ પર જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવશે.રાજકોટ મનપાના તમામ કામોનું સોફ્ટવેરના માધ્યમથી દૈનિક મોનીટરીંગ કરવા તેમજ ખાતમુર્હુતથી લઈને લોકાર્પણ સુધીની કામગીરીનું દૈનિક રીપોર્ટીંગ કરવાના આશય સાથે આઠ સીનીયર અધિકારીઓની ટીમથી સજ્જ પ્રોજેકટ મેનેજમેંટ યુનિટ(PMU) ની રચના કરવામાં આવશે પગાર ધોરણ સરકારી નિયમ મુજબ રૂા.40 હજાર રહેશે.રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલ‘શહેરી વિકાસ વર્ષ 2025’ અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિવિધટેકનીકલ કામો માટે 11 માસના કરાર આધારિત તદ્દન હંગામી ધોરણે કુલ-35 ફિલ્ડ એન્જીનીયર ની જગ્યાઓ ભરવામાં આવશે PMU અને 35 ફીલ્ડ એન્જિનિયરની ભરતી થકી સરકાર તરફથી rmcને આવતું નાણા ભંડોળ સારી રીતે વપરાય, સારા સમયમાં વપરાય, સારું ક્વોલીટી મોનીટરીંગ થઇ શકે અને સમયમર્યાદામાં સારામાં સારું ઈન્ફ્રાસ્ટ્રક્ચર લોકોને આપી શકાય તેવો આશય છે.
રાજકોટ મનપાના મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, મ્યુનિસિપલકમિશનર, શાસક પક્ષ નેતા અને શાસક પક્ષ દંડકએ આપેલ માહિતી મુજબ શહેરી વિકાસ વર્ષ2025 અંતર્ગત શહેરના વિવિધ ટેકનિકલ પ્રોજેક્ટોના અમલીકરણમાં ઝડપી ગતિ લાવવા માટે ફિલ્ડ એન્જીનીયરોની નિમણૂક મહત્વપૂર્ણ છે.
આ યુવા ટેકનિકલ શક્તિના સહકારથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને વધુ ગુણવત્તાયુક્ત અને ટકાઉ બનાવવાનો હેતુ છે. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા શહેરી વિકાસ વર્ષ 2025ના અનુસંધાને રાજ્યભરમાં વિવિધ શહેરોમાં વિકાસકાર્યોને નવી ગતિ અને દિશા આપવા માટે વિશાળ આયોજન હાથ ધરાયું છે. આ કામગીરી અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના માળખાકીય વિકાસને વધુ સુવ્યવસ્થિત, ગુણવત્તાયુક્ત અને ટેકનિકલ રીતે મજબૂત બનાવવા માટે અનેક મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવી રહ્યા છે.
