For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગુજરાત ફોરેસ્ટ વિભાગના 14 અધિકારી સહિત 35 કર્મચારીને બઢતી-બદલી

11:29 AM May 28, 2025 IST | Bhumika
ગુજરાત ફોરેસ્ટ વિભાગના 14 અધિકારી સહિત 35 કર્મચારીને બઢતી બદલી

ગુજરાતનાં ફોરેસ્ટ વિભાગમાં ફરી એકવાર બઢતી સાથે બદલીનાં આદેશ કરાયા છે. વિભાગનાં 14 અધિકારીઓની બઢતી અને બદલીનાં આદેશ કરાયા છે. ગુજરાત ફોરેસ્ટ હસ્તકમાં આવતા 35 અધિકારીઓની પણ બદલી કરવામાં આવી છે.

Advertisement

IFS સંજય કુમાર શ્રીવાસ્તવ, મુખ્ય પ્રોજેક્ટ ડિરેક્ટર PMU-PERG--ગાંધીનગરની બદલી કરવામાં આવી છે. તેમને ગાંધીનગરમાં સંશોધન અને તાલીમ વિભાગનાં અધિક મુખ્ય વન સંરક્ષક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

ગુજરાતનાં ફોરેસ્ટ વિભાગમાં બઢતી અને બદલીનાં આદેશ કરાયા છે. માહિતી અનુસાર, એક સાથે 14 અધિકારીઓની બઢતી અને બદલી કરવામાં આવી છે. આ સાથે ગુજરાત ફોરેસ્ટ હસ્તકમાં આવતા 35 અધિકારીઓની પણ બદલી કરવામાં આવી છે. માહિતી અનુસાર, સંજય કુમાર શ્રીવાસ્તવ IFS (GJ-RR-1996), મુખ્ય પ્રોજેક્ટ ડિરેક્ટર PMU-PERG--ગાંધીનગરની બદલી ગાંધીનગરમાં જ સંશોધન અને તાલીમ વિભાગનાં અધિક મુખ્ય વન સંરક્ષક તરીકે કરવામાં આવી છે.

Advertisement

માહિતી અનુસાર, IFS સંજય કુમાર શ્રીવાસ્તવ આગામી આદેશો સુધી PMU-PERG- ગાંધીનગરનાં મુખ્ય પ્રોજેક્ટ ડિરેક્ટર પદનો વધારાનો હવાલો પણ સંભાળશે. ઉપરાંત, IFS જી. રમણમૂર્તિ સામાજિક વનીકરણ-ઈં (NREGA) નાં અધિક મુખ્ય વન સંરક્ષક, ગાંધીનગરની બદલી અધિક મુખ્ય વન સંરક્ષક નાણાકીય વ્યવસ્થાપન અને આયોજન, ગાંધીનગર તરીકે કરવામાં આવી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement