For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સ્ટેટ GST વિભાગના 336 ઇન્સ્પેક્ટરોની સાગમટે બદલી

03:54 PM Jan 25, 2025 IST | Bhumika
સ્ટેટ gst વિભાગના 336 ઇન્સ્પેક્ટરોની સાગમટે બદલી

મોબાઇલ સ્કવોડના 138 ઇન્સ્પેકટરો પણ બદલાયા, રાજકોટના પણ અડધો ડઝનનો સમાવેશ

Advertisement

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓ જાહેર થયા બાદ પણ બદલી-બઢતીનો દોર યથાવત રહ્યો છે. અને ગઇકાલે મોડી સાંજે મુખ્ય રાજયવેરા કમિશનરની કચેરી દ્વારા એક સાથે 336 રાજય વેરા નિરીકક્ષ (ઇન્સ્પેટકર)ની બદલીના હુકમો કાઢવામા આવ્યા છે. ખાસ કરીને અમદાવાદ કચેરી હેઠળ આવતી મોબાઇલ સ્કવોડ અને એક પોસ્ટની મોબાઇલ સ્કવોડના તમામ જીએસટી ઇન્સ્પેકટરોની બદલી કરી નાખવામા આવી છે.

આ ઉપરાંત મહેસાણા, વડોદરા, સુરત, ભાવનગર, રાજકોટ, જૂનાગઢ, ગાંધીનગરની મોબાઇલ સ્કવોડના સ્ટાફને પણ બદલવામાં આવ્યો છે. રાજયમાં કુલ મોબાઇલ સ્કવોડમાં ફરજ બજાવતા કુલ 138 જીએસટી ઇન્સ્પેકટરોની સાગમટે બદલી કરી નખાઇ છે.

Advertisement

આ ઉપરાંત રાજયની વિવિધ કચેરીઓમા ફરજ બનાવતા 198 જેટલા સ્ટેટ જીએસટી ઇન્સ્પેકટરોની પણ બદલી કરવામાં આવી છે.રાજકોટમાં મોબાઇલ સ્કવોડમાં ફરજ બજાવતા દુષ્યંત કુંભાણીની અમદાવાદ, પ્રશાંત માથુકીયાની ઘટક-92 કચેરી-રાજકોટમાં, તપનકુમાર રામાનુજની અન્વેષણ વિભાગ-10માં ટીમ-2માં નરેશકુમાર વિંછીયાની વિરમગામ, કેવલશાહની વડોદરા, રવિકુમાર પરમારની ભાવનગર ખાતે બદલી કરાઇ છે.

સામે ચિંતનકુમાર પટેલ, યાસીનખત્રી, કેતન ભટ્ટ, સાવન વણપરિયા, રામચંદ્ર મેઘાણી અને જીતેન્દ્ર દવેની મોબાઇલ સ્કવોડ રાજકોટમાં બદલી કરવામા આવેલ છે. રાજકોટના જીએસકે સેવા કેન્દ્રમાં ફરજ બજાવતા ત્રણ ઇન્સ્પેકટરો કુંજલ ધોળકીયા, સુખદેવ બાટી અને ભૌતિક સભાયાની પણ ઘટક કચેરીઓમાં બદલી કરવામાં આવી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement