વિમાન દુર્ઘટનામાં ફ્લાઈટ સિવાયના 33નાં મોત: કુલ મૃત્યુઆંક 274
બી.જે.મેડિકલ કોલેજ કેમ્પસમાં રહેતા ડોક્ટર્સ, મેસનો સ્ટાફ અને અન્ય સ્થાનિક લોકો હજુ પણ લાપતા
એર ઇન્ડિયાનું પ્લેન આઇજીપી કંપાઉન્ડ મેઘાણીનગરમાં ક્રેશ થવાની ઘટનામાં અત્યાર સુધી કુલ 274 લોકોના મોત નીપજ્યાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. આ મૃતકોમાં 241 પેસેન્જર અને ક્રુ મેમ્બર્સ હતા. જ્યારે આઠ મૃતકોમાં ચાર વિદ્યાર્થી સહિત અન્ય આઠ લોકોની ઓળખ થઇ ચુકી છે. જ્યારે બાકીના 25 મૃતદેહ અંગે તપાસ કરવામાં આવી રહી છે. જેમાં પ્લેન ક્રેશની ઘટના બાદ મેસ અને હોસ્ટેલ તેમજ આસપાસમાંથી લાપત્તા થયેલા લોકો અંગે વિગતો એકઠી કરવા માટે પોલીસની વિશેષ ટીમ દ્વારા તપાસ કરવામાં આવશે.
મેઘાણીનગર આઇજીપી કંપાઉન્ડમાં આવેલા બી જે મેડીકલ કોલેજની હોસ્ટેલ અને મેસ પર એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થવાની ઘટનામાં સ્થળ પરથી તપાસ દરમિયાન કુલ 268 મૃતદેહ મળી આવ્યા હતા. આ મૃતકોમાં પ્લેનના 241 પેસેન્જર્સ અને ક્રુ મેમ્બર્સ તેમજ ચાર વિદ્યાર્થીઓ અને મેસમાં કામ કરતા ત્રણ લોકોનો સ્ટાફ તેમજ અન્ય બાળકનો સમાવેશ થાય છે. પરંતુ, બાકીના 25 મૃતદેહ અંગે ઓળખ થઇ શકી નથી.
ત્યારે હજુ પણ મેસમાં કામ કરતા સ્ટાફના લોકો તેમજ મેડીકલ હોસ્ટેલમાં સાફ સફાઇનું કામ કરવા આવતા 25 લોકો લાપત્તા છે. જેથી પોલીસને મળી આવેલા મૃતદેહો લાપત્તા વ્યક્તિોના હોવાની આશંકા છે. જેથી લાપત્તા વ્યક્તિઓના પરિવારજનો ડીએનએ રિપોર્ટ કરવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે.
આ ઉપરાંત, પોલીસને આશંકા છે કે વિમાન ક્રેશ થયુ ત્યારે કેમ્પસમાં પણ કેટલાંક નજીકમાં હોવાની શક્યતા છે. જેથી તે પણ અકસ્માતનો ભોગ બન્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે ડીએનએ રિપોર્ટના આધારે મૃતકોનો સાચો આંક બહાર આવશે. જે માટે સિવિલ હોસ્પિટલના તબીબો પોલીસ સાથે સંકલન કરીને ચોક્કસ આંકડો તમામ ડીએનએ રિપોર્ટ બાદ જાહેર કરી શકે છે.
રાત્રે પણ કાટમાળમાં મૃતદેહોની શોધખોળ, કુલ 319 અંગો ડીએનએ મેચિંગ માટે મોકલ્યા
અકસ્માતનો ભોગ બનેલા કેમ્પસની ઇમારતો અને નજીકના વિસ્તારો રાત્રે સર્ચ કરાયા હતાં. રાજ્ય સરકારના એક અધિકારીએ જણાવ્યું હતું કે, ‘અમે પીડિતોની ઓળખની પુષ્ટિ કરવા માટે સંપૂર્ણ અને આંશિક અવશેષો સહિત 319 શરીરના ભાગોને ડીએનએ મેચિંગ માટે મોકલ્યા છે. મેડિકલ કોલેજ બિલ્ડિંગની છત પરથી બ્લેક બોક્સ મળી આવ્યું હતું. એઆઈ 171 ક્રેશની તપાસ કરી રહેલા અધિકારીઓએ અકસ્માત થયાના 28 કલાકથી વધુ સમય પછી શુક્રવારે વિમાનનું બ્લેક બોક્સ શોધી કાઢ્યું. મેઘાણીનગરમાં બીજે મેડિકલ કોલેજ ખાતે ઞૠ ઙૠ મેસ બિલ્ડિંગની છત પરથી બ્લેક બોક્સ મળી આવ્યું હતું. અમદાવાદ એરપોર્ટથી ઉડાન ભર્યાના થોડી મિનિટો પછી ગુરુવારે બપોરે વિમાન હોસ્ટેલ અને મેસમાં અથડાયું હતું. રાજ્ય આપત્તિ પ્રતિભાવ દળે ગુરુવારે રાત્રે વિમાનનું ઇમરજન્સી લોકેટર ટ્રાન્સમીટર શોધી કાઢ્યું હતું. એરક્રાફ્ટ અકસ્માત તપાસ બ્યુરોએ શોધની પુષ્ટિ કરી. નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ સોશિયલ મીડિયા પર બ્લેક બોક્સ મળી આવ્યાની જાહેરાત કરી, ઉમેર્યું કે તે અકસ્માતનું કારણ નક્કી કરવામાં મહત્વપૂર્ણ મદદ કરશે.