For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજકોટ જિલ્લામાં વધુ 32,469 નવા મતદારો નોંધાયા, આંકડો 23 લાખને પાર

05:39 PM Jan 06, 2025 IST | Bhumika
રાજકોટ જિલ્લામાં વધુ 32 469 નવા મતદારો નોંધાયા  આંકડો 23 લાખને પાર

16322ના નામ કમી, 16425ની માહિતીમાં ફેરફાર

Advertisement

રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર અને ચૂંટણી વિભાગ દ્વારા રાજકોટ જિલ્લામાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમનો ગત તા. 29 ઓક્ટોબર 2024 થી પ્રારંભ કરાયા બાદ હાલ તા. 6 જાન્યુઆરી 2025 દરમ્યાન મતદાર યાદીમાં નામ ઉમેરવા, ફેરફાર તેમજ કમી કરવાની પ્રક્રિયાને અંતે હાલ રાજકોટ જિલ્લામાં 23,74,604 મતદાતાઓ નોંધાયા હોવાનું જિલ્લા ચુંટણી અધિકારી દ્વારા જણાવાયું છે.

રાજકોટ જિલ્લામાં ગત તા. 29 ઓક્ટોબરની સ્થિતિએ 23,58,457 મતદાતાઓની યાદીમાં નવા 32,469 મતદાતાઓ ઉમેરાયા છે. જયારે 16322 મતદાતાઓના નામ કમી કરવામાં આવ્યા છે. જયારે 16,425 જેટલા મતદાતાઓની માહિતીમાં ફેરબદલ કરવામાં આવ્યો છે.

Advertisement

વિધાનસભા મત વિસ્તાર મુજબ ગત ઓક્ટોબર 2024 ની સ્થિતિએ રાજકોટ પૂર્વ (68) માં 3,04,707 મતદાર સૂચીમાં 3,751 નવા મતદાર નોંધાયા છે, જયારે 1967 નામ બાદ કરવામાં આવ્યા છે, જે મળીને હાલની સ્થિતિએ 3,06,491, રાજકોટ પશ્ચિમ (69) મતવિસ્તારમાં 3,62,366 મતદાતર પૈકી નવા 4090 નવા મતદાર અને 2773 મતદાર નામ કમી સાથે કુલ 3,63,683, રાજકોટ દક્ષિણ (70) માં 2,58,848 મતદાર પૈકી 2532 નવા અને 2241 નામ બાદ પછી 2,59,139, રાજકોટ ગ્રામ્ય (71) માં 3,89,286 પૈકી નવા 8764 જયારે 2887 મતદાર નામ કમી કરાતા હાલ 395163 મતદાતાઓ, જસદણ મત વિસ્તાર (72) માં 2,63,905 ની પૂર્વ પરિસ્થિતિએ નવા 4,187 જયારે 1,229 મતદાર કમી કરાયા બાદ હાલ 2,66,863, ગોંડલ વિધાનસભા (73) માં 2,31,876 પૈકી નવા 2940 મતદાતા ઉમેરાયા છે જયારે 1553 મતદારોના નામ બાદ કરવામાં આવતા હાલ 2,33,263 મતદાતાઓ, જયારે જેતપુર (74) વિધાનસભા મતવિસ્તારમાં 278494 મતદાતાઓ પૈકી નવા 3252 અને 1838 નામ બાદ કરાયા બાદ હાલ 2,79,908 મતદાતાઓ તેમજ ધોરાજી (75) વિધાનસભા મતવિસ્તારમાં 268975 પૈકી મતદાર યાદી સુધારણા બાદ નવા 2953 નવા મતદારો જયારે 1834 નામ કમી કરાયા બાદ હાલની સ્થિતિએ 270094 મતદાતાઓ નોંધાયા છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement