ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

વિસાવદરની પેટા ચૂંટણીમાં 32 ઉમેદવારો મેદાને

01:33 PM Jun 03, 2025 IST | Bhumika
Advertisement

 

Advertisement

ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા કાર્યક્રમ અનુસાર, ગુજરાત રાજ્યની 24 કડી (અ.જા.) અને 87 વિસાવદર વિધાનસભા મતવિભાગની પેટા ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવાનો ગઇકાલે અંતિમ દિવસ હતો. જાહેરનામું પ્રસિદ્ધ થયા બાદ, વિવિધ પક્ષો અને અપક્ષ ઉમેદવારો દ્વારા ઉમેદવારી પત્રો રજૂ કરવામાં આવ્યા હતા. જયારે ગઇકાલે અંતિમ દિવસે મોટી સંખ્યામાં ઉમેદવારોએ પોતાના દાવેદારી નોંધાવી હતી. જેમાં વિસાવદરમાં 32 ફોર્મ ભરાયા છે. કડી (અ.જા.) અને વિસાવદર વિધાનસભા મતવિભાગની પેટા ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા સમાપ્ત થઈ છે. ઉમેદવારી પત્રો ભરવાના છેલ્લા દિવસે કડી (અ.જા.) અને વિસાવદર વિધાનસભા મતવિભાગ માટે કુલ 32 ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્રો રજૂ કર્યા છે. આ યાદીમાં મુખ્ય રાજકીય પક્ષો જેવા કે આમ આદમી પાર્ટી, ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો ઉપરાંત અન્ય નાના પક્ષો અને મોટી સંખ્યામાં અપક્ષ ઉમેદવારોનો સમાવેશ થાય છે.કડી (અ.જા.) વિધાનસભામા 1. ચાવડા જગદીશભાઈ ગણપતભાઈ (આમ આદમી પાર્ટી) 2. રમેશભાઈ મગનભાઈ ચાવડા (ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ) 3. સુહાગ રમેશભાઈ ચાવડા (ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ) 4. પ્રવિણભાઈ ઈશ્વરભાઈ ચૌહાણ (ભારતીય જન પરિષદ) 5. મકવાણા દશરથભાઈ ગણપતભાઈ (આપકી આવાઝ પાર્ટી) 6. રાજેન્દ્રકુમાર દાનેશ્વર ચાવડા (ભારતીય જનતા પાર્ટી) 7. પિયુષ કરશનભાઈ સોલંકી (ભારતીય જનતા પાર્ટી) 8. અલ્પેશભાઈ જશુભાઈ પરમાર (માલવા કોંગ્રેસ) 9. નાગેશકુમાર ગણપતભાઈ ઝાલા (અપક્ષ) 10. સેનમા ભરતકુમાર ગાભુભાઈ (અપક્ષ)એ ઉમેદવારી નોંધાવી છે.જયારે વિસાવદર વિધાનસભામા 1. દલસુખભાઈ વશરામભાઈ હીરપરા (અપક્ષ) 2. ગોપાલભાઈ ગોરધનભાઈ ઈટાલીયા (આમ આદમી પાર્ટી) 3. હરેશભાઈ છગનભાઈ સાવલીયા (આમ આદમી પાર્ટી) 4. અનિલભાઈ નરેન્દ્રભાઈ ચાવડા (ન્યુ ઇન્ડિયા યુનાઈટેડ પાર્ટી) 5. પરમાર રાજેશકુમાર પ્રેમજીભાઈ (અપક્ષ) 6. કલ્પનાબેન અનિલભાઈ ચાવડા (ભારતીય જન પરિષદ) 7. કિરીટ બાલુભાઈ પટેલ (ભારતીય જનતા પાર્ટી) 8. રમણીકભાઈ જીવરાજભાઈ દુધાત (ભારતીય જનતા પાર્ટી) 9. કિશોરભાઈ ગોબરભાઈ કાનકડ (પ્રજાશક્તિ ડેમોક્રેટીક પાર્ટી) 10. રજનીકાંત પોપટભાઈ વાધાણી (અપક્ષ) 11. રાણપરીયા નિતીનકુમાર લખમણભાઈ (ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ) 12. ચંદ્રીકાબેન કરશનભાઈ વાડદોરીયા (ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ) 13. યુનુસભાઈ હુસુનભાઈ સોલંકી (અપક્ષ) 14. હિતેશભાઈ પ્રેમજીભાઈ વઘાસીયા (અપક્ષ) 15. સોલંકી રોહિત બધાભાઈ (અપક્ષ) 16. તુલશીભાઈ મનુભાઈ લાલૈયા (અપક્ષ) 17. સુરેશકુમાર જયંતીભાઈ માળવીયા (અપક્ષ) 18. બિનલકુમાર વિષ્ણુભાઈ પટેલ (આપકી આવાઝ પાર્ટી) 19. પ્રજાપતિ ભરતભાઈ સવજીભાઈ (અપક્ષ) 20. ટાંક સંજય હિતેષભાઈ (અપક્ષ) 21. રાજ પ્રજાપતિ (અપક્ષ) 22. નિરૂૂપાબેન નટવરલાલ માધુ (અપક્ષ) વિગરે. ઉમેદવારો દ્વારા પોતાના ઉમેદવારી પત્રા રજૂ કરાયા હતા. ઉમેદવારી પત્રોની ચકાસણી અને નામ પરત ખેંચવાની પ્રક્રિયા બાદ, ચૂંટણી મેદાનમાં રહેલા અંતિમ ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવશે.

 

Tags :
ElectionElection newsgujaratgujarat newsVisavadarVisavadar news
Advertisement
Next Article
Advertisement