રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

સલાયા વહાણવટીના ધંધાર્થીને લોભામણી સ્કીમ બતાવી 32.50 લાખ ઓળવી ગયાની ફરિયાદ

01:27 PM Feb 10, 2024 IST | Bhumika
Advertisement

ખંભાળિયા તાલુકાના સલાયા ગામે રહેતા એક વાઘેર વહાણવટી પરિવાર સાથે રૂૂ. 32.50 લાખની છેતરપિંડી કરવા સબબ સલાયાના એક વિપ્ર યુવાન સામે ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે.આ સમગ્ર પ્રકરણ અંગે ખંભાળિયા તાલુકાના સલાયામાં જૂની પોસ્ટ ઓફિસ સામે આવેલા કસ્ટમ રોડ પર રહેતા અને વહાણવટીના વ્યવસાય સાથે સંકળાયેલા હાજી જુનસભાઈ હાજી મુસાભાઈ ગજ્જણ નામના 73 વર્ષના વૃદ્ધ દ્વારા આ જ વિસ્તારમાં રહેતા વિશાલ નવીનભાઈ કિરતસાતા નામના શખ્સ સામે નોંધાવવામાં આવેલી પોલીસ ફરિયાદમાં જાહેર કરવામાં આવ્યું છે કે વર્ષ 2022 ના જુદા જુદા સમયગાળા દરમિયાન ફરિયાદી હાજી જુનસભાઈ ગજ્જણએ વિશાલ કિરતસાતાને પોસ્ટમાં ચાલી રહેલી જુદી જુદી સ્કીમમાં ભરવા માટે રૂૂપિયા 32,50,000 ની રકમ આપી હતી. પરંતુ વિશાલ દ્વારા પોસ્ટમાં ઉપરોક્ત રકમ ભરવામાં ન આવી હોવાનું ફરિયાદી હાજી જુનસભાઈના ધ્યાને આવ્યું હતું. આ રીતે પોસ્ટમાં રકમ ભરવાના બદલે આરોપી વિશાલ કિરતસાતા દ્વારા આ રકમ ન ભરીને તેમની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવામાં આવી હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર કરવામાં આવ્યું છે.

Advertisement

આ સમગ્ર પ્રકરણ અંગે સલાયા મરીન પોલીસે આઈ.પી.સી. કલમ 406 તથા 420 મુજબ ગુનો નોંધ્યો છે. જે અંગે પોલીસે આરોપીની અટકાયત કરી, આ પ્રકરણમાં અન્ય કોઈ શખ્સો સંડોવાયેલા છે કે કેમ તે સહિતની વિવિધ બાબતે આગળની તપાસ પી.એસ. આઈ. વી.એન. સીંગરખીયા તથા સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવી છે.

Tags :
gujaratgujarat news
Advertisement
Next Article
Advertisement