For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

નર્સિંગ-ફિઝિયોથેરાપીમાં પાંચ રાઉન્ડના અંતે પણ 31,800 બેઠકો હજુ ખાલી

12:08 PM Nov 06, 2025 IST | admin
નર્સિંગ ફિઝિયોથેરાપીમાં પાંચ રાઉન્ડના અંતે પણ 31 800 બેઠકો હજુ ખાલી

ગુજરાતમાં નર્સિંગ અને ફિઝિયોથેરાપી સહિતના 10 મુખ્ય પેરામેડિકલ કોર્સમાં પ્રવેશ પ્રક્રિયાના પાંચમાં રાઉન્ડની બેઠક ફાળવણી બાદ પણ 31,870 બેઠકો ખાલી રહી છે. ગુજરાત પ્રોફેશનલ નર્સિંગ એન્ડ એલાઈડ મેડિકલ એજ્યુકેશનલ કોર્સીસ (GPNAMEC) દ્વારા વર્ષ 2025-26 માટેના પાંચમાં રાઉન્ડની ફાળવણી જાહેર કરવામાં આવી હતી.

Advertisement

પ્રવેશની સ્થિતિના આંકડા મુજબ કુલ બેઠકો: 51,790 છે જેમાંથી ભરાયેલી બેઠકો (પાંચ રાઉન્ડ સુધી): 20,920 છે. તેમજ ખાલી રહેલી બેઠકો: 31,870 છે. પાંચમાં રાઉન્ડમાં કુલ 7,155 ઉમેદવારોએ પસંદગી ભરી હતી, જેના આધારે 2,833 વિદ્યાર્થીઓને નવી ફાળવણી મળી હતી, જ્યારે 310 વિદ્યાર્થીઓને અગાઉના રાઉન્ડમાંથી અપગ્રેડેશન મળ્યું હતું. આ રાઉન્ડમાં કુલ 3,143 ઉમેદવારોએ પ્રવેશ મેળવ્યો હતો.

સમિતિના જણાવ્યા અનુસાર, ઓક્ઝિલરી નર્સ મિડવાઇફ, નર્સિંગ, જનરલ નર્સિંગ એન્ડ મિડવાઇફરી, ફિઝિયોથેરાપી, ઓક્યુપેશનલ થેરાપી જેવા કોર્સમાં સરકારી બેઠકો મોટાભાગે ભરાઈ ગઈ છે, જે સરકારી સંસ્થાઓમાં ઊંચી માંગ દર્શાવે છે. જે વિદ્યાર્થીઓને આ રાઉન્ડમાં બેઠકો ફાળવવામાં આવી છે તેમને 11મી નવેમ્બર સુધીમાં તેમના પ્રવેશની પુષ્ટિ કરવા સૂચના આપવામાં આવી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement