ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

3016 જર્જરિત બાંધકામો ચોમાસા પહેલાં ખાલી કરવા નોટિસો

03:39 PM Jun 03, 2025 IST | Bhumika
oplus_0
Advertisement

બાંધકામો મજબૂત કરી લેવા પણ મ્યુનિ. કોર્પોરેશનની તાકિદ, પ્રી-મોન્સૂન કામગીરી અંતર્ગત વધુ
એક વખત કાર્યવાહી

Advertisement

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 3,000થી વધુ જર્જરિત મકાનો અને આવાસોને નોટિસ પાઠવવામાં આવી છે. આ કાર્યવાહીનો મુખ્ય હેતુ ચોમાસા દરમિયાન સંભવિત દુર્ઘટનાઓને ટાળવાનો છે. છખઈ દ્વારા સેન્ટ્રલ, ઇસ્ટ અને વેસ્ટ ઝોનમાં આવેલા આવા ભયગ્રસ્ત બાંધકામોના માલિકોને નોટિસો આપી જર્જરિત ભાગો દૂર કરવા અથવા બાંધકામ મજબૂત કરવા સુચના આપી છે. મહાનગરપાલિકા દ્વારા શહેરના ત્રણેય ઝોનમાં સર્વે કરીને ભયગ્રસ્ત મકાનોની યાદી તૈયાર કરવામાં આવી છે. આ યાદી મુજબ કુલ 3,016થી વધુ મકાનોને નોટિસ આપવામાં આવી છે, જેમાં સરકારી ક્વાર્ટર પણ સામેલ છે.

જર્જરિત બાંધકામોની ઝોનવાઈઝ વિગતો જોઈએ તો સેન્ટ્રલ ઝોનમાં 595 મિલકતો પૈકી 546 મિલકતોને નોટિસ પાઠવવામાં આવી છે. અને બાકીની લગભગ 50 જેટલી મિલકતોને નોટિસ આપવાની કામગીરી ચાલી રહી છે. જ્યારે વેસ્ટ ઝોનમાં સૌથી વધુ 2,408 મિલકતોને નોટિસ આપવામાં આવી છે. તો ઇસ્ટ આ ઝોનમાં 58 મિલકતો જર્જરિત હોવાથી તમામને નોટિસ પાઠવવામાં આવી છે. આ નોટિસોમાં લલુડી વોંકળીના આશરે 700 મકાનો અને ગોકુલધામ સહિતની આવાસ યોજનાના ક્વાર્ટરનો પણ સમાવેશ થાય છે. છખઈની ટીમો દ્વારા સ્થળ સર્વે કરીને આ નોટિસો આપવામાં આવી છે. ગોકુલધામ આવાસ યોજનાના ક્વાર્ટર છખઈ હસ્તક આવતા હોવાથી તેમાં રહેતા લોકોને વૈકલ્પિક વ્યવસ્થા પૂરી પાડવામાં આવશે. અન્ય તમામ જર્જરિત બાંધકામો ચોમાસા પહેલા ખાલી કરાવવામાં આવે તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું હતું કે, શહેરમાં ઘણી ઇમારતો ખૂબ જ જૂની અને ભયગ્રસ્ત હાલતમાં છે. જાહેર જનતાના હિતમાં આવી ઇમારતોને ભયમુક્ત કરવી અત્યંત જરૂૂરી છે. મહાનગરપાલિકા દ્વારા આવી ઇમારતોની વ્યક્તિગત મુલાકાત લઈને લેખિત અને મૌખિક સૂચનાઓ આપવામાં આવી છે. તેમ છતાં ઘણા મિલકતધારકો, માલિકો, ભાડુઆતો અને કબજેદારો દ્વારા ભયમુક્ત કરવાની કામગીરીમાં ઢીલ રાખવામાં આવી રહી છે. આથી હાલ ચોમાસાની ઋતુ શરૂૂ થાય તે પહેલા તમામ મિલકતધારકોને સ્વૈચ્છિક રીતે ભયગ્રસ્ત ભાગ દૂર કરવા નોટિસો પાઠવી દેવામાં આવી છે.

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે સ્પષ્ટતા કરી હતી કે, મહાનગરપાલિકા દ્વારા દર ચોમાસા પહેલા જર્જરિત આવાસો ખાલી કરાવવામાં આવે છે. આ અંતર્ગત જ ત્રણેય ઝોનના અલગ-અલગ વિસ્તારોમાં આવા બાંધકામોને ખાલી કરવા નોટિસો પાઠવી દેવામાં આવી છે. જેમાં ત્રણેય ઝોન મળીને કુલ 3016 મકાનોને નોટિસ આપવામાં આવી છે. તેમણે ખાતરી આપી હતી કે, સમગ્ર મામલે ગોકુલધામ આવાસ યોજના સહિતના તમામ સ્થળોએ વસવાટ કરતા લોકો માટે જરૂૂર પડ્યે વૈકલ્પિક વ્યવસ્થા પણ કરવામાં આવશે.

ભાડુઆત અને કોર્ટ મેટર મુદ્દે કોકડુ ગૂંચવાયુ
મનપા દ્વારા દર વર્ષે પ્રી-મોન્સુન કામગીરી અંતર્ગત જર્જરીત બાંધકામોને નોટીસ આપવામાં આવતી હોય છે. જેમાં આ વર્ષે પણ 3016 બાંધકામોને નોટીસ અપાઈ છે. બાંધકામ વિભાગના જણાવ્યા મુજબ દર વખતે અપાતી નોટીસો પૈકી અનેક ભાડુઆત મિલ્કત તેમજ કોર્ટમેટર ચાતી હોય તેવી મિલ્કતો જર્જરીત હાલતમાં રહી જાય છે. કારણ કે, રિપેરીંગનો ખર્ચો ભાડુઆત કે મકાનમાલીક કરતા ન હોય આવી મિલ્કતો ભયજનક હાલતમાં આજે પણ ઉભી છે. તેવી જ રીતે કોર્ટ મેટર હોવાથી ખર્ચો કોણ કરે તે નક્કી ન થઈ શકતું હોય આ પ્રકારની મિલ્કતો રિપેર થતી નથી જે સમસ્યા આજે પણ નોટીસ આપ્યા બાદ યથાવત છે.

Tags :
gujaratgujarat newsrajkotrajkot muncipal corporationrajkot news
Advertisement
Next Article
Advertisement