વાંકાનેરના મેસાવડામાં ભાજપના 300 કાર્યકરો ‘આપ’માં જોડાયા
આજુ-બાજુના ગામમાં પણ સુવિધાના નામે મીંડુ; વિસાવદરવાળી કરવાનું નક્કી કરતા ગ્રામજનો
વાંકાનેર તાલુકાનુ છેવાડાના ગામ મેસાવડા ગામમાં ગુજરાત જોડો જનસભાનું આમ આદમી પાર્ટી દ્વારા આયોજન રાખવામાં આવ્યું હતું સમસ્ત મેસાવડા ગામના ગામ દ્વારા અને સરપંચ દેવરાજભાઈ જાદવ અને રણછોડભાઈ થુલેટીયા ઓબીસી વગેરે કાર્યકર્તા દ્વારા આજે મેસાવડા ગામમાં રામદેવપીરના મંદિરની બાજુમાં ગ્રાઉન્ડમાં આપ પાર્ટી જનસભા ભવ્ય આયોજન રાખવામાં આવ્યું હતું .
આ પ્રસંગે બ્રિજેશભાઈ સોલંકી, રાજેશભાઈ ભુવા, તેજસભાઈ રાજપરા, અજીતભાઈ નિખિલ અને આપ પાર્ટીના કાર્યકર્તા અને તેમની ટીમ સાથે વાંકાનેર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ભાઈઓ અને બહેનો સદસ્યો, સરપંચો, વડીલો ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આવતા સમયમાં ગ્રામ પંચાયત અને જિલ્લા પંચાયત ચૂંટણી આવી રહી હોય ત્યારે 2000 થી વધુ આખા ગુજરાતમાં આપ પાર્ટી દ્વારા ગુજરાત જોડો જનસભા નું આપ પાર્ટી દ્વારા તમામ ગામડા અને શહેરમાં જન સભાનું આયોજન રાખવામાં આવશે.
મેસાવડા ગામમાં 30 વર્ષથી ગામમાં અત્યાર સુધી વિકાસના નામે કોઈપણ કાર્ય થયું નથી જેવા કે પાણીની સુવિધા રોડ રસ્તા ની સુવિધા અને ખેડૂતોને લાઈટની સુવિધા કે વધારે પ્રમાણમાં વરસાદ આવતો હોય ત્યારે પુલના કામ પણ મંજુર થઈ ગયેલ હોય છતાં કયા કારણોસર પુલ બાંધવાનું કોન્ટ્રાક્ટ ચાલુ થયું નથી.
વાંકાનેરના મેસાવડા ગામના ગ્રામ લોકો અવારનવાર લેખિત તથા મૌખિક રજૂઆતો કરી હતી છતા ઉચ્ચ અધિકારીઓ બાબુઓનું પેટનું પાણીનું હલતું હોય ત્યારે 30 વર્ષથી મેસાવડા ગામનો વિકાસ ક્યારે થશે તેની રાહ જોઈને બેઠા છે. આ ગામમાં ઉચ્ચ અધિકારી મુલાકાત લે અને ખરેખર વિકાસના નામે મોટી મોટી વાતો કરતા હોય ત્યારે વિકાસના નામે મીંડું છે.
સ્થાનિક ધારાસભ્ય ચોટીલા ધારાસભ્યોનું ગામ હોય તેમજ વાંકાનેર ધારાસભ્ય જીતુભાઈ સોમાણી વિસ્તાર આવતો હોય ત્યારે આવા ઉચ્ચ અધિકારીઓને જાણ કરવા છતાં આજ સુધી કોઈ કામ થયેલ નથી. વાંકાનેરના મેસાવડા ગામના તમામ લોકો ભાઈઓ અને બહેનો વિસાવદર વાડી કરવાના હોય ત્યારે મેસાવડા ગામના આજુબાજુના તમામ ગામડા વિકાસના કામથી વંચિત હોય ત્યારે આપ પાર્ટીમાં ભાજપના 300 થી વધારે આપ પાર્ટીમાં 300 જુવાનીઓ આ આપ પાર્ટી જોડાયા હતા અને ખેસ પહેરીને આપ પાર્ટીમાં જોડાયા હતા તમામ ગામના સરપંચો ભાઈઓ અને બહેનો નાસ્તો કરીને છૂટા પડ્યા હતા.