મહિલાના ગર્ભાશયમાંથી નીકળી 30 ગાંઠો!! જટીલ શસ્ત્ર ક્રિયાને સફળતા
12:10 PM Nov 12, 2025 IST
|
admin
Advertisement
શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર સાવરકુંડલા 100% નિશુલ્ક હોસ્પિટલના સ્ત્રીરોગ વિભાગમાં તાજેતરમાં એક 39 વર્ષીય મહિલા દર્દી છેલ્લા ઘણા સમયથી પેટની ફરિયાદ લઈને ઓપીડી માં આવેલ અહીંના સ્ત્રી રોગ નિષ્ણાંત ડો. હેત્વીબેન પટેલને બતાવેલ જેમણે સોનોગ્રાફી કરી અને નિદાન કરેલ કે તેમના ગર્ભાશયમાં ખૂબ મોટી સંખ્યામાં ગાંઠો છે અને ઓપરેશન કરી ગર્ભાશય કાઢી અને ગાંઠો કાઢવું પડે તેવું સમજાવેલ.આ દર્દીનું જટિલ ઓપરેશન અબડોમિનલ હિસ્ટ્રેક્ટમી (Abdominal Hysterec tomy)) શસ્ત્રક્રિયા સફળતાપૂર્વક કરવામાં આવી.જેમાં મોટી સંખ્યામાં ગર્ભાશયમાંથી 30 જેટલી ગાંઠો હતી તે કાઢવામાં એવી,આ દર્દીના ગર્ભાશયનું વજન લગભગ 2.5 કિલો હતું તેવું અહીંના મેડિકલ સુપ્રીટેન્ડન્ટ ડો.પ્રકાશ કટારીયાની યાદીમાં જણાવેલ.
Advertisement
Next Article
Advertisement